તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ઓર્ગન ડોનેશન:લોકડાઉન બાદ સૌપ્રથમ સુરતથી 22 વર્ષના યુવકનું ધબકતું હ્રદય 280 કિમી દૂર અમદાવાદની મહિલામાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું

સુરત2 મહિનો પહેલા
સારોલીના મહર્ષ(ઈન્સેટમાં) ના ર્હૃદય, કિડની અને લિવરનું દાન કરી ચાર વ્યક્તિઓને નવજીવન અપાયું છે.
  • સુરતથી અમદાવાદનું 280 કિ.મીનું અંતર 90 મીનીટમાં કાપી હ્રદયનું ટ્રાન્સપ્લાન્ટ કરાયું
  • સારોલીના મહર્ષના ર્હૃદય, કિડની અને લિવરનું દાન કરી ચાર વ્યક્તિઓને નવજીવન અપાયું

કોવિડ 19ના લોકડાઉન પછી પશ્ચિમ ભારતમાં હ્રદયદાન અને ટ્રાન્સપ્લાન્ટની સૌપ્રથમ ઘટના સામે આવી છે. 22 વર્ષના મહર્ષનું હ્રદય સુરતથી 280 કિમીનું અંતર માત્ર 90 મિનીટમાં કાપીને 35 વર્ષીય મહિલામાં અમદાવાદની સીમ્સ હોસ્પીટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે.લેઉવા પટેલ સમાજના બ્રેનડેડ મહર્ષ હર્ષદભાઈ પટેલના પરિવારે હૃદય, કિડની અને લિવરનું દાન કરી ચાર વ્યક્તિઓને નવજીવન આપી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે.

ટ્રકે અડફેટે લેતા ગંભીર ઈજા પહોંચેલી
3 જુલાઇના રોજ મહર્ષ રાત્રે આઠ  કલાકે વિહાન ગામથી પોતાના ઘરે કારમાં પરત ફરી રહ્યો હતો ત્યારે વિહાન ગામ પાસે સાઈડ પર ઊભેલી ટ્રક સાથે અકસ્માતે પાછળથી કાર અથડાતા મહર્ષને માથામાં ગંભીર ઇજાઓ થઈ હતી. જેથી તેને સારવાર માટે તાત્કાલિક બારડોલીમાં આવેલ સરદાર સ્મારક હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક સારવાર સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સુરતની INS હોસ્પિટલમાં ન્યૂરોસર્જન ડૉ.અશોક પટેલની સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો. નિદાન માટે સિટીસ્કેન કરાવતા મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું અને સોજો હોવાનું નિદાન થયું હતું.

બ્રેઈનડેડ જાહેર થયા બાદ અંગદાન કરાયું
ગુરુવાર તા. 9 જુલાઇના રોજ ન્યૂરોસર્જન ડૉ.અશોક પટેલ, ન્યૂરોફીજીશિયન ડો. મનોજ સત્યવાની, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ.કરશન નંદાણિયા અને ડૉ. શિવમ પારેખે મહર્ષને બ્રેનડેડ જાહેર કર્યો હતો. હર્ષદભાઈના મિત્ર અને પાડોશી રમેશભાઈ પટેલે તથા ડો. શિવમ પારેખે સ્ટેટ એડવાઇઝરી કમિટી ફોર ઓર્ગન અને ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટેશનના કમિટી મેમ્બર અને ડોનેટ લાઈફનો સંપર્ક કરી મહર્ષના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી મહર્ષના પિતા હર્ષદભાઈ, માતા જયાબેન, મામા નિતેશભાઇ, તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનની સમગ્ર પ્રક્રિયા સમજાવી તેનું મહત્વ સમજાવ્યું.જેથી પરિવારે અંગદાનનો નિર્ણય કર્યો હતો.

22 વર્ષના યુવકનું હ્રદય હવે અમદાવાદની મહિલાના શરીરમાં ધબકવા લાગ્યું છે.
22 વર્ષના યુવકનું હ્રદય હવે અમદાવાદની મહિલાના શરીરમાં ધબકવા લાગ્યું છે.

10 વર્ષથી પીડાતી મહિલાને હ્રદય મળ્યું
પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા SOTTOના કન્વીનર ડૉ.પ્રાંજલ મોદીનો સંપર્ક કરી કિડની, લિવર અને હૃદયના દાન માટે જણાવ્યું. અમદાવાદની સિમ્સ હોસ્પીટલના ડૉ. ધવલ નાયક અને તેમની ટીમે આવી હ્રદયનું દાન સ્વીકાર્યું. કિડની અને લિવરનું દાન અમદાવાદની IKDRCના ડૉ.જમાલ રીઝવી અને તેમની ટીમે આવી સ્વીકાર્યું.સુરતની INS હોસ્પિટલથી અમદાવાદની સિમ્સ હોસ્પીટલ સુધીનું 280 કિ.મીનું અંતર 90 મીનીટમાં કાપીને દાનમાં મેળવવામાં આવેલા હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ 35 વર્ષીય મહિલામાં ચીફ કાર્ડિયાક સર્જન ડૉ. ધીરેન શાહ, ડો.ધવલ નાયક, ડો. અમિત ચંદન, ડો.કિશોર ગુપ્તા,ડો. નિરેન ભાવસાર, ડો. હિરેન ધોળકિયા, ડો. ચિંતન શેઠ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.આ મહિલાને દશ વર્ષથી હૃદયની તકલીફ હતી અને તેના હૃદયનું પમ્પીંગ 15 થી 20ટકા જેટલુ હતું.

સમાજસેવીને કિડનીનું દાન કરાયું
દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ જેમણે રાષ્ટ્રઉત્થાન અને યુવાનોના ઘડતરમાં મહત્વનું યોગદાન આપ્યુ છે.સમાજ સેવક દિલીપભાઈ દેશમુખ (દાદા)માં અમદાવાદની IKDRCમાં ડૉ.પ્રાંજલ મોદી કરવામાં આવ્યું છે. જયારે બંને કિડની બે જરૂરિયાતમંદ દર્દીઓમાં IKDRCમાં કરવામાં આવશે.

ગ્રીન કોરીડોરથી હ્રદય મોકલાયું
અમદાવાદની સિમ્સ હોસ્પિટલ હ્રદય પહોચાડવા માટે INS હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધીના 13 કી.મી.ના માર્ગને ગ્રીન કોરીડોર બનાવવા માટે સુરત શહેર પોલીસનો સહકાર સાંપડ્યો હતો. એજ રીતે કિડની અને લિવર અમદાવાદની IKDRC મોકલવા માટે INS હોસ્પિટલથી અમદાવાદ IKDRC હોસ્પિટલ સુધીના 261 કિ.મિ. ના માર્ગને ગ્રીન કોરીડોર બનાવવા માટે સુરત શહેર પોલીસ, સુરત ગ્રામ્ય પોલીસ, ભરૂચ પોલીસ,બરોડા ગ્રામ્ય પોલીસ, આણંદ પોલીસ, અમદાવાદ ગ્રામ્ય અને અમદાવાદ શહેર પોલીસનો સહકાર મળ્યો હતો.

રાજ્યમાં અત્યાર સુધી 33 હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ
રાજ્યમાંથી અત્યાર સુધી 33 હૃદયના દાન થયા છે, જેમાં સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા હૃદયદાન કરાવવાની આ 27મી ઘટના છે, જેમાંથી 20 હૃદય મુંબઈ, 4 અમદાવાદ, 1 નવી દિલ્હી, 1 ચેન્નાઈ અને  1 ઇન્દોર ખાતે ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. ડોનેટ લાઈફ દ્વારા 363 કિડની, 147 લિવર, 7 પેન્ક્રિઆસ, 27 હૃદય, 4 ફેફસાં અને 266 ચક્ષુઓ મળી કુલ 814 અંગદાન કરાયાં છે.

હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પહેલાં કોરોના ટેસ્ટ કરાવાયો
ટ્રાન્સપ્લાન્ટમાં જોડાયેલા તમામ ડોક્ટરો, અંગદાતા અને અંગ પ્રાપ્ત કરનારનું કોવિડ-19 પરીક્ષણ કરાયું હતું, તેમજ પીપીઇ ટેપ પહેરીને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની ટીમમાં ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડો. ધવલ નાયક, એનેસ્થેટિસ્ટ ડો. નિરેન ભાવસાર, ડો. હિરેન ધોળકિયા, ડો. અમિત ચંદન અને ડો. કિશોર ગુપ્તા ઉપસ્થિત રહ્યા હતા.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો