તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:સુરતના મોરાગામમાં ધાબે સૂતેલા 10 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, યુવકે બદકામ કરતાં બાળકે રાડા રાડ કરી પરિવારને જાણ કરી

સુરત9 દિવસ પહેલા
  • કૉપી લિંક
બદકામ થયા બાદ બાળકને તપાસ માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. - Divya Bhaskar
બદકામ થયા બાદ બાળકને તપાસ માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.
  • પરિવાર પોલીસમાં ફરિયાદ કરતાં હવસખોર યુવકને ઝડપી લેવાયો

સુરતના ઇચ્છાપોરના મોરાગામમાં ઉનાળાની ગરમીમાં ધાબા(છત) પર સૂતેલા 10 વર્ષના માસૂમ બાળક સાથે સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હતું. બાળકના પિતા સાથે કામ કરતાં વતનવાસી હવસખોર યુવકે જ બદકામ કર્યું હતું. જેથી બાળકે રાડા રાડ કરીને પરિવારને જાણ કરી હતી. જેથી પરિવારે પોલીસમાં ફરિયાદ કરી હતી. જેથી ઈચ્છાપોર પોલીસે હવસખોર યુવકને ઝડપી લઈને બાળકને મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ લાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બાળકના કપડા ઉતારી બદકામ કર્યુ
મોરાગામમાં રહેતા અને હજીરાની કંપનીમાં રીગર મેન તરીકે કામ કરતાં પરિવારનું બાળક ઉનાળાની ગરમીના કારણે ધાબા પર નિંદરમાં હોય છે એ દરમિયાન રાત્રે 12:45 વાગ્યાની આસપાસ પાડોશમાં રહેતા વતનવાસી આરોપી બિપીન રમેશરજક મૈથાએ બાળકના ઊંઘમાં જ કપડા ઉતારીને હવસ સંતોષવા પ્રયાસ કર્યો હતો. બાળકને દુઃખાવો થતાં બૂમાબૂમ કરીને પરિવારને જાણ કરી હતી.

યુવક રૂમમાં ભરાઈ ગયો
બાળકે સમગ્ર વાત પરિવારને કરતાં આરોપી બિપીન મૈથા રૂમનો દરવાજો બંધ કરીને છુપાઈ ગયો હતો. બાળકે તમામ હકીકત કહેતા પિતાએ બિપીનની રૂમ પર જઈ ગુસ્સો કાઢયો હતો.બિપીને દરવાજો ન ખોલતા પોલીસ બોલાવી પડી હતી. ક્વાસ ચોકીના પોલીસ કર્મચારીઓએ આરોપીને એના જ રૂમમાંથી બહાર કાઢી અટક કરી હતી.

દર્દથી બૂમો પાડી હતી-પીડિત બાળક
પોલીસ ફરિયાદ બાદ માસૂમ બાળકને આજે તબીબી તપાસ માટે સિવિલ લવાયો હતો.ધોરણ 5મા અભ્યાસ કરતા માસૂમને બે મોટા ભાઈ છે.બાળકએ કહ્યું હતું કે, હું સૂતો હતો અચાનક કોઈએ મારું પેન્ટ કાઢ્યું હતું. બાદમાં મારી સાથે બદકામ થતું હોય તેવું લાગ્યું હતું. સખત દુઃખાવા બાદ મારી બૂમ નીકળી ગઈ હતી. મેં જોયું કે આવું કોઈ બીજુ નહી પરંતુ બિપિન અંકલ કરી રહ્યા છે. બાદમાં એ ભાગી ગયા હતાં. 2-3 વાર આવું કર્યું ને દર્દથી બૂમો પાડતો રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

વધુ વાંચો