તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેડ:સુરતના વાલક પાટીયા પાસે બોયો ડિઝલ પંપ પર પૂરવઠા વિભાગની ટીમ ત્રાટકી, 56400 લિટર ડિઝલનો જથ્થો ઝડપાયો

સુરત18 દિવસ પહેલા
બાયો ડિઝલના પંપ પરથી પૂરવઠા વિભાગની ટીમે મશીન સહિત ડિઝલનો જથ્થો જપ્ત કર્યો છે.
  • મામલતદારની કાર્યવાહીના અંતે 40 લાખનો મુદ્દામાલ સીઝ કરાયો

સુરતમાં બાયો ડિઝલના ધંધા ઉપર લગામ કસવામાં બુધવારે રાત્રે કામરેજ મામલતદારને મોટી સફળતા મળી હતી. વાલક પાટીયા પાસે ખોડિયાર બસ ડેપો નજીક આવેલા બાયોડિઝલ પંપ ઉપરથી પૂરવઠા વિભાગ સાથે મળી કામરેજ મામલતદારે 56400 લીટર ડિઝલનો જથ્થો પકડી પાડ્યો હતો. કાયદેસરની કાર્યવાહીને અંતે રૂપિયા 40 લાખનો મુદ્દામાલ સીઝ કરતા સોપો પડી ગયો હતો.

મામલતદારે ટીમ તૈયાર કરીને રેડ કરી હતી.
મામલતદારે ટીમ તૈયાર કરીને રેડ કરી હતી.

પંપ પર દરોડા પડાયાં
દક્ષિણ ગુજરાતમાં બાયોડિઝલના ગોરખધંધામાં અત્યાર સુધીની સૌથી મોટી અને સફળ રેઇડની વિગત એવી છે કે, સુરત સિટીના અશ્વનીકુમાર રોડ ઉપર લક્ષ્મી વિલા સોસાયટી આવેલી છે. આ સોસાયટીમાં રહેતા કિશોર પોસા વૈષ્ણવ વાલક પાટીયા પાસે બાયોડિઝલનું વેચાણ કરે છે. ખોડિયાર બસ ડેપો પાસે આવેલા તેમના પંપ ઉપર બાયોડિઝલનું અનઅધિકૃત વેચાણ થઇ રહ્યું હોવાની કામરેજ મામલતદાર એન. સી.ભાવસારને બાતમી મળી હતી. માહિતીની ખરાઇ કરાયા બાદ મામલતદારે પૂરવઠા વિભાગ સામે મળી ટીમ તૈયાર કરી હતી. બુધવારે રાત્રે આઠ કલાકે બંદોબસ્ત સાથે પંપ ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા. કાર્યવાહી દરમિયાન સ્થળ ઉપરથી વેચાણ માટે લવાયેલો બાયોડિઝલનો 56400 લીટરનો જંગી જથ્થો મળી આવ્યો હતો.

બાયો ડિઝલનનું વેચાણ કરનારાએ રેડ પર પડતાં ધમપછાડાં કર્યાં હતાં.
બાયો ડિઝલનનું વેચાણ કરનારાએ રેડ પર પડતાં ધમપછાડાં કર્યાં હતાં.

40 લાખનો મુદ્દામાલ સીઝ કરાયો
આ ડિઝલ ક્યાંથી આવ્યું? કોની પાસેથી ખરી? તેની માહિતી અંગે પંપના સંચાલક કિશોર વૈષ્ણવને પુછવામાં આવતા જવાબ આપવામાં તેઓ ગેંગેફેંફે થઇ ગયા હતા. પ્રારંભિક તબક્કે સરકારી કાર્યવાહી અટકાવી દેવા ભારે ધમપછાડા કર્યા હતા. જોકે, તેમનો ગજ વાગ્યો ન હતો. આખરે મોટીમાત્રામાં બાયોડિઝલનો જથ્થો જપ્ત કરવા ઉપરાંત તંત્રે પંપ પણ સીલ કરી દીધો હતો. કાર્યવાહીને અંતે રૂપિયા 40 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હોવાનું કામરેજ મામલતદાર તંત્રે જણાવ્યું હતું. બાયોડિઝલના ગોરખધંધા ઉપર તંત્રની કડકાઇથી ભરેલી કાર્યવાહીને કારણે આસપાસ બાયોડિઝલનું વેચાણ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.