14મીએ સૂર્યનો મેષ રાશિમાં પ્રવેશ થતાની સાથે જ મિનારક પૂર્ણ થશે અને લગ્નસરાની ફરીથી શરૂઆત થશે. 14 એપ્રિલથી 8 જુલાઈ સુધી લગ્નના કુલ 35 મુહૂર્ત છે. સૂર્ય મેષ રાશિમાં 1 મહિના સુધી પરિભ્રમણ કરશે. જેથી વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધશે. શેર માર્કેટ પણ સ્થિર રહેશે.
જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યાનુસાર, સૂર્યનો મુળભુત કારકતત્વ આયુ, આરોગ્ય, જીવનદાતા, નેતા, રાજકારણ, રખેવાળ તરીકેની ગણના થાય છે. જેથી સરકારી નીતિ નિયમો વધુને વધુ પ્રજાલક્ષી બનશે. શિક્ષણ વર્ગના પેચીદા પ્રશ્નોનો ઉકેલાશે.
મેષ: માન-સન્માન, પદ પ્રતિષ્ઠામાં વધારો થશે. બાકી રહેલા સરકારી કામો ઉકેલાશે. ખૂબ જ સુખાકારી સમય.
વૃષભ: નેત્ર પીડા સંભવ, વિદેશથી શુભ સમાચાર આવી શકે, નોકરિયાત વર્ગને બદલીની સંભાવના.
મિથુન: લાંબા સમયથી મળવાપાત્ર આર્થિક લાભો મળશે, વડીલો સાથે સંબંધો સુધરશે, વિદ્યા ક્ષેત્રે શુભ સમાચાર મળશે.
કર્ક: કર્મક્ષેત્ર શુભ પરિવર્તન થશે, જૂના મકાનમાં રીનોવેશન આવી શકે, સર્વ પ્રકારે સરકારી સહાયતા મળશે.
સિંહ: શુભ કાર્યો પાછળ સમય શક્તિ વપરાશે, વારંવાર ટૂંકા પ્રવાસો સંભવ, પાડોશીથી સર્વ પ્રકારે લાભ થશે.
કન્યા: સ્વભાવ ઉગ્ર થઈ શકે, નાના-મોટા અકસ્માતો સંભવ, પરિવારમાં મત મતાંતર અને અકારણે સંબંધો બગડી શકે.
તુલા: સામાજીક ક્ષેત્રે માન-સન્માન પદ પ્રતિષ્ઠા વધશે, લગ્નજીવનમાં ઝઘડાઓ વધી શકે, વડીલોથી શુભ સમાચાર.
વૃશ્ચિક: ગુપ્ત શત્રુ પર વિજય મળશે, લાંબા સમયની માંદગી દૂર થશે. શેરબજારથી ધનલાભ થઈ શકે છે.
ધન: વિદ્યાર્થી વર્ગ માટે શુભ સમય, નવા મિત્રોની મુલાકાત યાદગાર બનશે, દેવ મંદિરમાં સેવા માટે શુભ સમય છે.
મકર: બીપીને લગતી તકલીફો આવી શકે છે, નોકરી-ધંધામાં શુભ પરિવર્તન, વિલ-વારસાના પ્રશ્નો વધુ જટીલ બનશે.
કુંભ: નવા સાહસો કરવાથી સિદ્ધિ મળશે, ધાર્મિક કાર્યો માટે લાંબાગાળાના પ્રવાસો શક્ય, લગ્નજીવનમાં ખટરાગ સંભવ.
મીન: મળવાપાત્ર આર્થિક લાભો ન મળે, કોર્ટ કચેરીની મુલાકાત સંભવ, રોગ, માંદગી, ભય ચિંતામાંથી મુક્તિ મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.