મંજૂરી:સુમુલ ઓર્ગેનિક લેબને મંજૂરી શાક-કઠોળના ટેસ્ટ થઈ શકશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 20 કરોડમાંથી 80 ટકા ખર્ચ કેન્દ્ર આપશે
  • ​​​​​​​આગામી એક વર્ષમાં ​​​​​​​લેબ તૈયાર થઈ જશે

સુમુલ ડેરીને ઓર્ગેનિક લેબ બનાવવા કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. આ લેબ 20 કરોડના ખર્ચે તૈયાર કરાશે. જેમાંથી 80 ટકા ગ્રાન્ટ કેન્દ્ર સરકાર આપશે. આ લેબમાં શાકભાજી, અનાજ, કઠોળ સહિત ખેતપેદાશોનું ટેસ્ટિંગ કરવામાં આવશે. અંદાજે એક વર્ષમાં આ લેબ તૈયાર કરવામાં આવશે.

સુમુલ ચેરમેન માનસિંહ પટેલે કહ્યું કે, ‘દક્ષિણ ગુજરાતની પ્રથમ ડેરી છે તેને કેન્દ્ર દ્વારા લેબ બનાવવા માટે મંજૂરી આપવામાં આવી છે. સુમુલ ડેરી દ્વારા છેવટના ભાવ નક્કી કર્યા પછી દર કિલોફેટ દિઠ પશુપાલકોને રૂપિયા 92નો ભાવ વધારો ચૂકવવામાં આવશે. સુમુલ ડેરીના ટર્ન ઓવરમાં વર્ષ 2021-22માં 11.22 ટકાનો વધારો થયો છે.

સુમુલ ડેરી દ્વારા વર્ષ 2020-21માં 60.68 કરોડ લીટર દૂધ જ્યારે વર્ષ 2021-22માં 63.36 કરોડ લીટર દુધનું સંપાદન કરવામા આવ્યું છે. 2020-21માં સુમુલ ડેરીનું ટર્ન ઓવર 4138.78 કરોડ હતુ જે 2021-22માં 4603.27 કરોડનું થયું છે. વર્ષ 2020-21માં 3583.23 કરોડનું જ્યારે 2021-22માં 4079.45 કરોડની વિવિધ પ્રોડક્ટનું વેચાણ કર્યુ હતું. 2020-21માં લાંબાગાળાની લોન રૂપિયા 343.24 કરોડ હતી જે વર્ષ 2021-22માં ઘટીને 239.71 કરોડ થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...