સુમુલ:સરકારી પ્રતિનિધિના કેસમાં વધુ સુનાવણી 28મીએ

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ચુકાદા બાદ જ પરિણામો જાહેર કરવા સૂચના

રૂ.4500 કરોડના વહીવટનું શાસન મેળવવા માટે સુમુલની સત્તાધારી અને સહકાર પેનલ વચ્ચે જંગ જામ્યો હતો. જેમાં બંન્ને જૂથોના ભાગે 8-8 સીટ આવી હતી. જોકે સુમુલ ડેરીના ચેરમેન-વાઈસ ચેરમેન માટે થનારી ચૂંટણીમાં ચૂંટાયેલા ડિરેક્ટર્સ ઉપરાંત જિલ્લા રજિસ્ટ્રારની સાથે 2 સરકારી પ્રતિનિધિઓ તરીકે રાકેશ સોલંકી અને યોગેશ રાજપૂતની નિમણુંક કરાઈ હતી. જેને ચૂંટાયેલા ડિરેક્ટર ભરત પટેલ અને સુનિલ ગામિતે હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જેના પર શુક્રવારે સુનાવણી થઈ છે, વધુ સુનાવણી માટે કોર્ટે સોમવારે તા.29મી સપ્ટેમ્બરની તારીખ આપી છે.તા.4 સપ્ટેમ્બરે સુમુલના ચેરમેન-વાઈસ ચેરમેનની ચૂંટણી થઈ હતી. પરંતુ હાઈકોર્ટે નિમાયેલા 2 સરકારી પ્રતિનિધિઓ અને 16 ડિરેક્ટર્સ અને જિલ્લા રજિસ્ટ્રાર મળીને કુલ 17 મતોને બે અલગ-અલગ કવરમાં બંધ કરીને ટ્રેઝરીમાં સોંપી દેવા માટે સૂચન કર્યુ હતું.

હાઈકોર્ટના ચુકાદા બાદ જ પરિણામો જાહેર કરવા કહેવાયું છે. ગુરૂવાર અને શુક્રવારે થયેલી સુનાવણી બાદ કોર્ટે સુમુલના કેસમાં તા. 28મીની તારીખ આપી છે. સુમુલ સાથે સંકળાયેલા આગેવાનોએ મત વ્યક્ત કર્યો છે કે, જામનગરની મંડળી અને નિઝર એપીએમસીમાં પણ વહીવટનો પ્રશ્ન કોર્ટમાં છે તેમાં પણ 14 મહિને પણ મતગણતરી થઈ શકી નથી. એવામાં સુમુલના કિસ્સામાં પણ કોર્ટમાં ચાલી રહેલા કેસના કારણે વહીવટને લગતી ગુંચ પડી રહી હોવાનો મત છે.

અન્ય સમાચારો પણ છે...