આત્મહત્યા:મોરાભાગળમાં રહેતાં મનપા કર્મચારીની પુત્રીનો આપઘાત

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

મોરાભાગળમાં રહેતા મનપાના ચોથા વર્ગના કર્મચારીની પુત્રીએ ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. અમરેલી અને હાલ મોરાભાગળમાં બોટાવાલા હોસ્ટેલની સામે શારદાનગર સોસાયટીમાં રહેતા મહેશભાઈ બોરીચા મનપાના ડ્રેનેજ ખાતામાં ચોથા વર્ગના કર્મચારી તરીકે નોકરી કરી રહ્યા છે. સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે.

જે પૈકી 17 વર્ષીય પુત્રી દિશાએ મોડી રાત્રે બે વાગ્યે ઘરે લોખંડના એંગલ સાથે સાડી બાંધી ફાંસો ખાઈ લીધો હતો. દિશા ધોરણ-8ના અભ્યાસ બાદથી ઘરે રહેતી હતી. તેણીએ કયા કારણોસર પગલું ભર્યું તે જાણી શકાયું નથી.મોબાઇલમાંથી કોઈ રેકોર્ડિંગ મળી આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું પણ લોક હોવાના કારણે પોલીસ દ્વારા તે ફોનને કબજે કરી આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...