આત્મહત્યા:નાપાસ થવાના ડરે રાંદેરના ધો.11 સાયન્સના વિદ્યાર્થીનો આપઘાત

સુરત10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કેન્દ્રિય વિદ્યાલયમાં ભણતા વિદ્યાર્થીના પિતા PF કચેરીના કર્મી છે
  • સ્યુસાઈડ નોટમાં લખ્યું કે, ભણવા બાબતે સતત ટેન્શન રહે છે

રાંદેરમાં ધોરણ 11 સાયન્સના વિદ્યાર્થીએ પરીક્ષાના ટેન્શનમાં ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું. બનાવની જાણ થતા રાંદેર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. વિદ્યાર્થી કેન્દ્રીય વિદ્યાલયમાં અગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતો હતો.

રાંદેર ઉગત રોડ શ્રીજી નગરી સોસાયટીમાં રહેતા અને મુળ બિહારના પટનાના વતની રણજીત વર્મા પીએફ વિભાગમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. તેમનો પુત્ર રિતેશ કેન્દ્રીય વિદ્યાલયમાં અંગ્રેજી માધ્યમમાં ધો. 11 સાયન્સમાં અભ્યાસ કરતો હતો. મંગળવારે સવારે રિતેશ રૂમમાં વાંચવા ગયો હતો. બપોરે જમવાનો સમય થતા તેને બોલાવવા ગયા ત્યારે ફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હતો. બનાવની જાણ થતા રાંદેર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસને રિતેશે લખેલી સ્યુસાઈડ નોટ મળી હતી. જેમાં ભણવા બાબતે ટેન્શન હોવાનું તેમજ નાપાસ થવાની બીક હોય આપઘાતનું પગલું ભરી રહ્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

પરિવારની મહેનત પર પાણી ફરી વળે તેનો ડર હતો
રિતેશે અંગ્રેજીમાં સ્યુસાઈડ નોટ લખી હતી. પરિવારના સભ્યોને સંબોધી લખેલી સ્યુસાઈડ નોટમાં તેણે પોતાને ભણવા બાબતે ટેન્શન રહેતું હોવાનું અને નાપાસ થવાનો ડર લાગી રહ્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમજ નાપાસ થશે તો પરિવારની મહેનત પર પાણી ફરી વળશે તેવા ડરના કારણે પોતે આપઘાતનું પગલું ભરી રહ્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...