તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાયણની વિદ્યાર્થિનીનો આપઘાત:ચેટિંગની જાણ પિતાને થશે એવા ડરે ધોરણ 10ની છાત્રએ ઝેરી દવા પીધી; મિત્ર સાથે ચેટિંગ કરતા જોઈ મામીએ પિતાને કહેવાની વાત કરી હતી

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

સાયણમાં મામાના ઘરે રહેતી ધો.10ની વિદ્યાર્થિની પોતાના મિત્ર સાથે ફોન પર ચેટીંગ કરતી હતી. જેની જાણ મામીને થતા તેણે પિતાને કહી દઈશ એમ કહેતા ગભરાઈ ગયેલી વિદ્યાર્થિનીએ ઝેરી દવા પી જીવન ટુંકાવી લીધું હતું. સાયણમાં વાઈટમુન રેસિડન્સીમાં મામાને ત્યાં ફરવા આવેલી સોનાલી કવિરાજ પ્રધાન(ઉ.વ.15)ના પિતા સુરતમાં લૂમ્સના કારખાનામાં નોકરી કરે છે. સોનાલી તેની માતા અને ભાઈ સાથે વતનમાં ઓરિસ્સા રહેતી હતી. માસ પ્રમોશન બાદ તે સુરત ફરવા આવી મામાને ત્યાં રોકાઈ હતી. જ્યાં સોનાલી મામીના ફોનથી મિત્ર સાથે ચેટીંગ કરતી હતી. જેની જાણ મામીને થતા તેણે આ વાત પિતાને કરીશ એવુ કહ્યું હતું. જેથી ડરી ગયેલી સોનાલીએ ઝેરી દવા પી લીધી હતી. જ્યાં ટુંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું.

સુરતમાં ધોરણ 10ના વિદ્યાર્થીએ ફાંસો ખાધો
વાલીઓ માટે એક ચિંતાજનક બનાવ ગુરુવારે સામે આવ્યો છે. પિતાએ સાઈકલ ચલાવવા બાબતે ઠપકો આપ્યા બાદ વેસુના યાર્નના વેપારીના 17 વર્ષીય પુત્રએ પોતાના રૂમમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. બનાવની જાણ થતા ઉમરા પોલીસ હોસ્પિટલ દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી છે. વેસુ ફ્લોરેન્સ એપાર્ટમેન્ટ ખાતે રહેતા વિકાસભાઈ ઝુનઝુનવાલા યાર્નનો વેપાર કરે છે. તેમનો પુત્ર તનુશ(17) ધોરણ 10માં અભ્યાસ કરતો હતો.

વડોદરામાં પણ વિદ્યાર્થિનીનો આપઘાત
લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતી અને મ.સ.યુનિ.માં અભ્યાસ કરતી 19 વર્ષની વિદ્યાર્થિનીએ ભેદી સંજોગોમાં ગળેફાંસો ખાઇને જીવાદોરી ટૂંકાવી દીધી હતી, જેની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો કે મિત્રો સાથે ડ્રિન્ક્સ પાર્ટી યોજ્યા બાદ યુવતી પર એક યુવકે દુષ્કર્મ આચર્યું હતું, જેનાથી ડઘાઇ ગયેલી યુવતીએ આખરે ફાંસો ખાઇને જીવન ટૂંકાવી દીધું હતું. આપઘાત પૂર્વે યુવતીએ પોતાની સાથે થયેલા ઘૃણાસ્પદ બનાવને બયાન કરતો વીડિયો બનાવ્યો હતો. બનાવની ગંભીરતા જોતાં એક્શનમાં આવેલી પોલીસે મોડી રાતે દુષ્કર્મનો ગુનો નોંધી 2 યુવકની અટકાયત કરી હતી.