તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મહત્યા:સુરતના અડાજણમાં યુવતીનો આપઘાત, સુસાઈડ નોટમાં લખ્યું- હું મારી મરજીથી કરું છું, કોઈને હેરાન કરતા નહીં

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • સગાઈ તૂટી ગયા બાદ ટેન્શનમાં રહેતી હોવાથી આપઘાત કર્યો હોવાની શક્યતા

સુરત શહેરના અડાજણ વિસ્તારમાં યુવતીએ ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. જોકે તેની સગાઈ તૂટી ગયા બાદ ટેન્શનમાં રહેતી હોવાથી આવું પગલું ભર્યું હોવાની શક્યતા છે.

ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાધો
અડાજણ વિસ્તારમાં આવેલા આહુરા નગર સોસાયટીમાં રહેતી 20 વર્ષીય વિશ્વા ચંદ્રકાંત પટેલ પરિવાર સાથે રહેતી હતી. ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ જીવનલીલા સંકેલી લીધી હતી. વિશ્વા વેસુ ખાતેની ડી આર બી કોલેજમાં બી.કોમ.ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી હતી. જોકે તેની થોડા સમય પહેલા સગાઈ તૂટી ગઈ હતી. ત્યારથી ટેન્શનમાં રહેતી હોવાથી આ પગલું ભર્યું હોવાની શક્યતા છે પણ હકીકત તપાસ દરમિયાન જાણવા મળશે.

સુસાઈડ નોટ મળી આવી
તેનો એક મોટો ભાઈ છે તેના પિતા સ્કૂલવાનના ડ્રાઈવર છે. તેની પાસેથી એક સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે માં આઈ ડોન્ટ નો વાય આઈ, હું મારી મરજીથી કરું છું કોઈને હેરાન કરતા નહીં. આ અંગે અડાજણ પોલીસે તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

વધુ વાંચો