આપઘાત:ઘરમાં સિગારેટ પીવા ભાઈએ ના કહેતા યુવકનો આપઘાત

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાંડેસરના યુવકે ફાંસો ખાઈ જીવન ટૂકાવ્યું

પાંડેસરામાં યુવકે પોતાના ઘરમાં ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું. યુવક ઘરમાં સિગારેટ પીતો હોવાથી તેના મોટા ભાઈએ ઠપકો આપ્યા બાદ માઠું લાગી આવતા પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.પાંડેસરા નાગસેન નગર ખાતે રહેતો નાના સીતારામ પરમેશ્વર(33) પાનનો ગલ્લો ચલાવતો હતો.

યુવક ઘરમાં સિગારેટ પીતો હોવાથી તે બાબતે તેના મોટાભાઈએ તેને શુક્રવારે ઠપકો આપ્યો હતો અને બહાર જઈ સિગારેટ પીવાનું કહેતા તેનું તેને માઠુ લાગી આવ્યું હતું. જેથી આવેશમાં આવીને નાનાએ શુક્રવારે મોડી રાત્રે કોઈક સમયે પોતાના ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. સવારે બનાવની જાણ થતા પાંડેસરા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. જેમાં ભાઈએ સિગારેટ પીવા બાબતે આપેલા ઠપકાના કારણે તેણે પગલું ભર્યું હોવાનુ સામે આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...