પરિવારથી કંટાળી ગયો છું...:કતારગામમાં ઘરકંકાસથી કંટાળી યુવકનો આપઘાત

સુરત23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્યુસાઈડ નોટમાં FDના રૂ.40 હજાર છોકરાના નામે કરવાનો ઉલ્લેખ કર્યો

કોસંબામાં રહેતા યુવકે કતારગામના રણછોડનગર સોસાયટીના હીરા બનાવવાના સ્પેર પાર્ટના ખાતામાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. યુવકે હું મારા પરિવારથી કંટાળી ગયો છું. મારા ચાલીસ હજાર રૂપિયાની એફ.ડી મારા છોકરાના નામે કરી દેવી એવી સ્યુસાઈડ નોટ લખી આપઘાત કરી લીધો હતો.

કોસંબામાં આવેલા સતકેવલ મંદિર પાસેના સનીપાર્ક સોસાયટીમાં રહેતા 32 વર્ષીય ભરતસિંહ કનકસિંહ રાઠોડ કતારગામમાં આવેલા રણછોડજીનગર સોસાયટીના ખાતા નંબર 203માં હીરા બનાવવા માટેના સ્પેરપાર્ટની ડીલેવરીનું કામ કરતો હતો. ભરતસિંહે પોતાની કામની જગ્યાએ ગુરુવારે બપોરના સમયે છતના હુક સાથે શર્ટ બાંધી ફાંસો ખાય આત્મહત્યા કરી લીધી હતી.ભરતસિંહને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. ભરતસિંહે ઘર-કંકાસથી કંટાળીને પગલું ભરી લીધું હોય તેવું સામે આવ્યું રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...