તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરતના કાપોદ્રામાં બે આપઘાત:ટાઈલ્સ કાપવાની કટર ગળે ફેરવી દઈને યુવકનો આપઘાત

સુરત7 દિવસ પહેલા
  • કૉપી લિંક

શહેરમાં આપઘાતના બે બનાવ નોંધાયા છે. કાપોદ્રા વિસ્તારમાં આવેલ દક્ષિણી ફળિયામાં રહેતા 22 વર્ષીય ધ્રુવકુમાર અમૃતભાઈ ગજ્જર મંગળવારે બપોરે પોતાના ઘરે બાથરૂમમાં ટાઈલ્સનું કામકાજ ચાલી રહ્યું હોવાથી તેમની કટર લઈને પરિવારની હાજરીમાં જ કટર ગળાના ભાગે ચલાવી દીધી હતી. જેના કારણે તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લવાયો હતો. જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.

ધ્રુવકુમારએ બે દિવસ અગાઉ પણ ઝેરી દવા પીને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. ધ્રુવકુમાર ઘણા સમયથી માનસિક બીમારી રહેતા દવા પણ ચાલતી હતી. બીજા બનાવમાં મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ કાપોદ્રા વિસ્તારમાં આવેલ કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા 19 વર્ષીય રમેશકુમાર ગયાપ્રસાદ કોરીએ મંગળવારે રાત્રે પોતાના ઘરમાં પંખા સાથે નાયલોનની દોરી બાંધી ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. રમેશકુમારના આપઘાતનું કારણ જાણી શકાયું ન હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser