તપાસ:ઉધના સ્ટેશન નજીક ટ્રેન સામે પડતું મુકી યુવકનો આપઘાત, સુસાઇડ નોટ મળી

સુરત2 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • યુવકની ઓળખ યશ તરીકે કરાઇ, માતાપિતા માટે લાગણીભીનો સંદેશ લખ્યો

ઉધના રેલ્વે સ્ટેશન નજીક યુવકે ટ્રેન સામે પડતું મુકી જીવન ટુંકાવી લીધું હતું. યુવક પાસેથી એક સ્યુસાઈડ નોટ મળી આવી હતી જેમાં તેણે પોતાનું નામ યશ ટપાલી લખ્યુ હોય તેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. ઉધના રેલવે સ્ટેશન નજીક બુધવારે બપોરે આશરે ૩૦ વર્ષીય યુવકે હાવડા પોરબંદર એક્ષપ્રેસ ટ્રેન સામે પડતું મુકી જીવન ટુંકાવી લીધું હતું. બનાવની જાણ થતા રેલવે પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. જેમાં યુવકની ઓળખ થઈ શકે તેવી કોઈ વસ્તુ પોલીસને તેની પાસેથી મળી આવી ન હતી. પરંતુ તેના ખીસ્સામાંથી એક સ્યુસાઈડ નોટ મળી આવી હતી.

જેમાં તેણે લખ્યુ હતું કે `મમ્મી પપ્પા હું તમને મુકીને જાવ છુ. પણ હું હમેશા તમારી સાથે રહીશ તમે ટેન્શન નહી લેતા, મને યાદ કરજો હું મળવા આવીશ ને તમારુ ધ્યાન પણ રાખીશ, ને મમ્મી તું તારૂ ધ્યાન રાખજે. દવા ટાઈમ પર પીજે તારો છોકરો તારા માટે જીવે જ છે સાથે જ છે આ દુનિયા આપને જીવવા નઈ દેશે એટલે હું જાવ છુ પછી તમને પણ બોલાવી લેવા, પપ્પાનું ધ્યાન રાખજે લવ યુ સો મચ મમ્મી પપ્પા. ગુડ બાય યશ ટપાલી`. સ્યુસાઈડ નોટમાં યશ ટપાલી નામ લખ્યુ હોવાથી પોલીસે આ નામના આધારે મૃતકની ઓળખના પ્રયાસો હાથ ધર્યા છે.

અન્ય બનાવમાં સચીન જીઆઈડીસી પાસે બોમ્બે અમૃતસર એક્સપ્રેસ સામે પડતું મુકી અન્ય એક અજાણ્યા આશરે ૨૫ થી વર્ષીય યુવકે પડતું મુકી જીવન ટુંકાવી લીધું હતું. સચીન જીઆઈડીસી પોલીસે યુવકની ઓળખના પ્રયાસો હાથ ધરવાની સાથે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...