તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:સુરતમાં યુવાને ફાંસો ખાધો, ખાનગી ફાયનાન્સ કંપનીઓની પઠાણી ઉઘરાણીથી કંટાળી આત્મહત્યા કરી હોવાનો પરિવારનો આક્ષેપ

સુરત2 મહિનો પહેલા
આપઘાત કરનાર વિજયની ફાઈલ તસવીર.
  • પત્ની અને પુત્રીને સાસરીમાં છોડી પરત ફરી યુવકે ફાંસો ખાઈ લીધો

સુરત શહેરના અડાજણ પાલનપુર જકાતનાકા વિસ્તારમાં એક યુવાને ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ખાનગી ફાયનાન્સ કંપનીઓની પઠાણી ઉઘરાણી અને જેલમાં નખાવી દેવાની ધમકીથી ડરીને ફાંસો ખાય આપઘાત કર્યો હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. આપઘાત પહેલાં 25 વર્ષીય વિજય લખારા 3 વર્ષની દીકરી અને પત્નીને લઈ સાસરીમાં મદદની પુકાર લગાવવા ગયો હતો. જ્યાંથી કોઈ સહાય ન મળતા પરિવારને છોડી ઘરે આવી ગયો હતો. ખાનગી ફાયનાન્સ કંપનીઓના ત્રાસથી આપઘાત કરનાર ભાઈને ન્યાય મળે એ માટે ભાઈ નિખિલે પોલીસ અને સામાજિક સંસ્થાઓની મદદ માટે પુકાર લગાવી છે.

3 વર્ષની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી
નિખિલ લખારા (મૃતકનો મોટોભાઈ) એ જણાવ્યું હતું કે, વિજય રામજી લખારા (ઉ.વ. 25, રહે. સુખ સગાર એપાર્ટમેન્ટ, પાલનપુર જકાત નાકા, અડાજણ) પહેલા કિરણ જવેલર્સમાં નોકરી કરતો હતો. લોકડાઉનમાં નોકરી છૂટી ગયા બાદ આર્થિક પરિસ્થિતિ નબળી બની ગઈ હતી. 3 વર્ષની દીકરી અને પત્ની સાથે માતાના ભરણ-પોષણની જવાબદારી વિજય પર હતી.

જુવાનજોધ દીકરાએ આપઘાત કરતા પરિવારમાં શોકનો માહોલ.
જુવાનજોધ દીકરાએ આપઘાત કરતા પરિવારમાં શોકનો માહોલ.

પિતાની કેન્સરની સારવાર માટે લોન લીધી હતી
વધુમાં જણાવ્યું હતું કે, પિતાના કેન્સરની સારવાર માટે વિજયે ત્રણ ખાનગી ફાયનાન્સ કંપનીઓ પાસે પર્સનલ લોન લીધી હતી. જેના હપ્તા રેગ્યુલર ભરતો હતો પણ નોકરી છૂટી ગયા બાદ એ હપ્તાને લઈ ત્રણેય કંપનીઓ નોટિસ આપતી, ફોન પર ધમકી આપતી, જેલમાં પુરાવી દેવાની ધમકી આપતા હતા. તમામ ફોનનું ઓડિયો રેકોર્ડીંગ વિજયના ફોનમાં છે. ભાઈ વિજય ફાયનાન્સરોના ફોનથી ગભરાય ગયો હતો. દરેક મિત્રો પાસે મદદ માંગી ચૂક્યો હતો. ક્યાંય પણ મદદ મળી ન હતી. છેવટે સાસરીના દરવાજા ખખડાવ્યા હતા. ગુરુવારના રોજ વિજય પત્ની અને 3 વર્ષની દીકરીને લઈ તેના સાસરીએ ગયો હતો અને ત્યાં આર્થિક મદદ કરવા જણાવ્યું હતું. પરંતુ ત્યાં પણ નિરાશા મળી હતી અને વિજય પરિવારને સાસરીમાં છોડી ઘરે આવ્યા બાદ ફાંસો ખાય આપઘાત કરવા મજબૂર બન્યો હતો.

ખાનગી ફાયનાન્સ કંપની ઉઘરાણી કરી ધમકી આપતી હોવાની હકીકત પરિવારે પોલીસને જણાવી.
ખાનગી ફાયનાન્સ કંપની ઉઘરાણી કરી ધમકી આપતી હોવાની હકીકત પરિવારે પોલીસને જણાવી.

મોટાભાઈને નાનોભાઈ લટકતો મળ્યો
વધુમાં જણાવ્યું હતું કે, પત્નીનો ફોન ન ઉપાડતા ભાભીએ મને ફોન કરી તપાસ કરવા જાણ કરી હતી. હું વિજયના ઘરે પહોંચ્યો તો તેને દરવાજો ન ખોલ્યો જેથી મેં દરવાજો તોડતા એ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. હાલ અડાજણ પોલીસને તમામ સત્ય હકીકત જણાવી દીધી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો