આપઘાતનો પ્રયાસ:પતિ સાથે થયેલાં ઝઘડા બાદ નર્સિંગની વિદ્યાર્થિનીનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ડિંડોલીની હોસ્પિટલમાં ટ્રેનિંગ દરમિયાન પગલું ભર્યું

પતિ સાથે મોબાઈલ ફોન પર થયેલાં ઝઘડા બાદ માંડવીની નર્સિંગની વિદ્યાર્થિનીએ ડિંડોલીની હોસ્પિટલમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી વિદ્યાર્થિનીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે. ઉમરપાડા ખાતે રહેતી 20 વર્ષીય સહનિતા સુરેશભાઈ વસાવા માંડવીની એકલવ્ય નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરે છે. છેલ્લા પાંચેક દિવસથી સહનિતા ડિંડોલી ખાતે આવેલી બાબા મેમોરિયલ હોસ્પિટલમાં પ્રેક્ટીકલ ટ્રેનિંગ લઈ રહી હતી. ટ્રેનિંગ લેતી હોવાને પગલે સહનિતા નર્સિંગ સ્ટાફ કોટેજમાં રહેતી હતી.

રવિવારે ફોન પર પતિ સાથે પારીવારિક કારણોસર ઝઘડો થયો હતો. પતિ સાથેના ઝઘડામાં સહનિતાને માઠુ લાગી આવ્યું હતું. જેના પગલે તેણે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સહનિતાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. નર્સિંગના વિદ્યાર્થિની દ્વારા ઝેરી દવા પી આત્મહત્યા કરવાના પ્રયાસના બનાવની જાણ થતા ડિંડોલી પોલીસ સિવિલ હોસ્પિટલ પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. જેમાં પતિ સાથે ઝઘડો થતા તેણે પગલું ભર્યુ હોવાનું સામે આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...