તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મીટિંગ:ટેક્સ્ટાઇલમાં માત્ર 2 માસની જ ક્રેડિટ આપવા વેપારીઓને સૂચન

સુરત20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મર્કન્ટાઈલ એસોસિએશનની વેપારીઓ સાથે મીટિંગ
  • સ્ટોકના 10 ટકાનું જ રોજ વેચાણ થાય તેવું આયોજન જરૂરી

સુરત મર્કન્ટાઈલ એસોસિએશન દ્વારા વેપારીઓ સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વેપારીઓને સૂચના આપવામાં આવી હતી કે, ટેક્સટાઈલનો ઉધાર માલ માત્ર 60 દિવસ સુધી જ આપવો સલાહભર્યો છે. હાલમાં કોરોના કાળમાં વેપારીઓને અનેક પ્રકારની આર્થિક મુશ્કેલીઓ પડી રહી છે ત્યારે ધંધો કરવામાં કેવી કાળજી રાખવી તેની માહિતી આપવામાં આવી હતી.

કોરોનાકાળમાં ટેક્સટાઈલ ઉદ્યોગને પડેલો ફટકો હજુ વેપાર પર અસર દેખાડી રહ્યો છે. વેપાર લગભગ મંદ ગતિએ ચાલી રહ્યો છે ત્યારે વેપારીઓને પણ ઉઘરાણી સહિતની અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વેપારીઓની આવી સમસ્યાઓ ઊભી ન થાય અને હાલની સમસ્યાઓનું સમાધાન તઈ શકે તે માટે રવિવારે સુરત મર્કન્ટાઈલ એસોસિએશન દ્વારા વેપારીઓ સાથે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વેપારીઓને સૂચના આપવામાં આવી હતી કે, ‘ટેક્સાટઇલનો માલ વેચતી વખતે વેપારીઓએ ખરીદનાર સાથે ત્રણ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, જેમાં માલ વેચતી વખતે ખરીદનારનું 60 દિવસ સુધી જ પેમેન્ટ બાકી રાખ‌વું, તેનાથી વધારે સમય આપવો નહીં. માલ વેચતા પહેલાં જ રિટર્ન ગૂડ્ઝ વિશે ચોખવટ કરી લેવી એટલે પાછળથી કોઈ સમસ્યા ઊભી ન થાય. દુકાનમાં જેટલો સ્ટોક રાખો છે તેમાંથી 10 ટકા સ્ટોક રોજ વેચાય તેવું આયોજન કરવું જોઈએ. માલ ન વેચાતો હોય તો પ્રોડક્શન અટકાવી દેવું જોઈએ. જેથી કરીને ઓવર પ્રોડક્શનથી બચી શકાય.

મર્કન્ટાઈલ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર સાબુએ જણાવ્યું હતું કે, ‘કોરોના કાળમાં વેપારીઓની વિવિધ સમસ્યાઓનું સમાધાન કરી શકાય તે માટે આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.’

અન્ય સમાચારો પણ છે...