તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

​​​​​​​કોરોનાની ત્રીજી લહેરની તૈયારી શરુ:ત્રીજી લહેરમાં બાળ દર્દીઓ માટે 100 વેન્ટિલેટર ખરીદવા સૂચન

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 5 તબીબોની ટાસ્ક ફોર્સની ટીમે પૂર્વ તૈયારી ચાલુ કરી
  • બાળકોને કોરોનાની સારવાર આપવા અંગે ટ્રેનિંગ અપાશે

કોરોનાની સંભવત ત્રીજી લહેરને ધ્યાને લઈ શહેરના 5 પીડિયાટ્રિક તબીબોની બનાવવામાં આવેલી ટાસ્ક ફોર્સ દ્વારા તૈયારીઓ શરુ દેવામાં આવી છે. ટાસ્ક ફોર્સના સભ્ય ડો.આશિષ ગોટીએ જણાવ્યું હતું કે બુધવારે મળેલી મિટિંગમાં અમે ડોક્ટર અને નર્સિંગ સ્ટાફને કોવિડના બાળ દર્દીઓને કેવી રીતે ટ્રીટ કરવા એ વિશેે ટ્રેનિંગ આપવા માટેનું મોડ્યુઅલ તૈયાર કર્યું હતું.’ ટાસ્ક ફોર્સે બાળ દર્દીઓ માટે 100 વેન્ટિલેટર ખરીદવા સુચન કર્યું છે.

શહેરમાં બાળકો માટે 35 એમ્બ્યુલન્સ છે
શહેરની અલગ અલગ ચિલ્ડ્રન હોસ્પિટલો મળી કુલ 35 જેટલી એમ્બ્યુલન્સ છે જેમાં લેવલ-3 સુધી પહોંચી ગયેલા બાળકોને એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલમાં લઈ જઈ શકાય. ટાસ્ક ફોર્સના સભ્ય ડો.આશિષ ગોટીએ જણાવ્યું હતું કે ‘ત્રીજી લહેરમાં બાળકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં કોઈ મુશ્કેલી આવે એવું જણાતું નથી. શહેરમાં પૂરતી એમ્બ્યુલન્સ છે.

પ્રેક્ટિકલ ટ્રેનિંગનું પણ આયોજન કરાશે
કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત થાય તો ક્યા પ્રોટોકોલ ફોલો કરવા પડશે તે વિશેની જાણકારી આપવા ટાસ્ક ફોર્સના ડોક્ટરો દ્વારા ઓનલાઇન સેશન લેવામાં આવશે. આ ઉપરાંત જો કોઈ સ્ટાફે પ્રેક્ટિકલ ટ્રેનિંગ લેવી હોય તો ટ્રેનિંગ આપવાનું આયોજન પણ કરાશે.

અન્ય સમાચારો પણ છે...