સૂચન:વોર્ડ સમિતિના કામ માટે કોર્પોરેટર દીઠ 5 લાખ રૂપિયા ફાળવવા સૂચન

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્ટેન્ડિંગ ચેરમેને પાલિકા કમિશનરને નોંધ મૂકી
  • ​​​​​​​તાજેતરમાં જ સેન્ટ્ર્લ ​​​​​​​ઝોનના કોર્પોરેટરોએ પસ્તાળ પાડી હતી

પાલિકાના કોર્પોરેટરને વોર્ડ સમિતીના કામો માટે અલગથી કોર્પોરેટર દીઠ 5 લાખની ગ્રાન્ટ ફાળવવા સ્થાયી ચેરમેન પરેશ પટેલે પાલિકા કમિશનર બંછાનિધી પાનીને નોંધ મુકી છે. હાલમાં આ કામો માટે ઝોન દીઠ બજેટ નક્કી કરાયું છે. જેના ખર્ચની સત્તા હાલ જે તે ઝોન પાસે છે. જેથી વોર્ડ સમિતિના નાના-મોટા કામો થતા ન હોવાની ફરિયાદો ઉઠી રહી છે.

તાજેતરમાં સેન્ટ્ર્લ ઝોનના નગરસેવકોએ પસ્તાળ પાડી હતી. જેથી સેન્ટ્રલ ઝોનના ઝોનલ ચીફથી લઇ ડેપ્યુટી ઇજનેર સહિતના અધિકારીઓની સામૂહિક બદલી કરાઇ હતી. વોર્ડ સમિતિના કામો કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી થઇ શકે તે માટે તેઓને અલગથી 5 લાખની ગ્રાન્ટ ફાળવવા ચેરમેને કમિશનરને નોંધ મુકી છે. નોંધમાં જણાવ્યું છે કે, વોર્ડ કમિટીના કામોને પાલિકા ફક્ત બજેટના પ્રોજેકટ કોડ સી-174 ખાતે નિર્ધારિત કરીને બજેટ હેડ પુરતી રાખેલી હોવાથી ઝોન દ્વારા પૂરતી જોગવાઇ ન થતા અંશત: કામો જ થાય છે.

પાલિકાના દરેક કાઉન્સીલરને આંતર માળખાકીય પ્રાથમિક સુવિધા માટે દર વર્ષની જેમ અલગ બજેટ હેડ હેઠળ નાણાંકીય ગ્રાન્ટ ફાળવાય છે તે મુજબ વોર્ડ કમિટીને પણ નગરસેવક દીઠ રૂા.5 લાખ ફાળવીને સુવિધાના કામો માટે વાપરી શકાય તેવું આયોજન થવું જોઈએ.

વોર્ડ સમિતિમાં કયા કયા કામો કરાય છે?
પેવર બ્લોક, ખુલ્લા પ્લોટની ફેન્સીંગ, બમ્પ બનાવવા, સાઇન બોર્ડ મુકાવવા, ડ્રેનેજના ઢાંકણ રિપેર કરાવવા, રોડના નામોની તકતી લગાવવી, રોડ પેચવર્ક, સુશોભન સહિતના કામો કરાય છે.

અન્ય સમાચારો પણ છે...