તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
લોકડાઉનના સમય દરમિયાન સુરત અને તાપી જિલ્લાના 50,000 સભાસદોને રૂ.380 કરોડના બીજા હપ્તાની જ્યારે સુમુલ ડેરી સાથે સંકળાયેલી મંડળીઓના 1.50 લાખ સભાસદોને રૂ.110 કરોડનું પેમેન્ટ ધી સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓપરેટીવ બેંક દ્વારા ચૂકવણી થયો છે.
સુ.ડી.કોના ચેરમેન નરેશ પટેલ જણાવે છે કે, 111 વર્ષ જૂની આ બેંક રૂ. 6103 કરોડની થાપણો સામે રૂ.2960 કરોડનું ધિરાણ ધરાવે છે. 31 માર્ચ 2020 સુધી બેંકનો કુલ બિઝનેશ 9063 કરોડ નોંધાયો છે. બેંકે 70 કરોડનો કાચો નફો અને 16 કરોડનો ચોખ્ખો નફો તેની 106 શાખાઓ થકી રળ્યો છે. 10.35 લાખ ગ્રાહકો ધરાવનાર બેંકનો નેટ એનપીએ ઝીરો ટકા છે. તથા 492 કરોડની નેટવર્થ સાથે સીઆરએઆર 10.22 ટકા જેટલો છે. ત્યારે આ વખતે લોકડાઉનના સમયમાં બેંક સાથે સંકળાયેલા તમામ સભાસદોને તેમનું પેમેન્ટ સમયસર મળી રહે તે માટે અનુક્રમે સુગર ફેક્ટરીઓના બીજા હપ્તાની રૂ.380 કરોડની રકમ જ્યારે 1100 દૂધ મંડળીઓના 1 લાખ સભાસદોને 110 કરોડનું પેમેન્ટ કર્યું છે. તા.22 માર્ચના રોજ જનતા કરફયુ અને તે પછી 50 દિવસના લોકડાઉનના સમયગાળામાં બેંકે 700 કરોડનો વેપાર કર્યો છે.
સુરત અને તાપી જિલ્લાના ખાતેદારોએ 295 કરોડની થાપણો જમા કરી છે. જયારે બેંકે 305 કરોડના ધિરાણ આ સમયગાળામાં કર્યા છે. બેંકે પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ 1,02,104 લાભાર્થીઓને રૂ.20.42 કરોડ જયારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ 20,078 લાભાર્થીઓને 51.82 લાખ ખાતામાં જમા આપ્યા છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.