• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Such A Big Project Was Canceled Because..this Scheme Was Likely To Polarize Votes In 10 Assembly Seats In South Gujarat.

ભાસ્કર ઇનસાઇડ:પાર-તાપી લિન્કનો પ્રોજેક્ટ રદ કર્યો કારણ કે આ યોજનાથી દક્ષિણ ગુજરાતની 10 વિધાનસભા સીટો પર મતોના ધ્રુવીકરણની સંભાવના હતી

સુરતએક મહિનો પહેલાલેખક: પ્રદીપ કુલકર્ણી
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • આ પ્રોજેક્ટ લોકોના લાભ માટે જ હતો પરંતુ તેમને ભરમાવવામાં આવ્યા હોવાનો સરકારનો ખુલાસો

દમણ ગંગા-પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટનો ટ્રાઇબલ વિસ્તારોમાં એટલો વિરોધ હતો કે રાજ્ય સરકારને આગામી ચૂંટણીમાં કેટલીક સીટો જીતવી ભારે પડી શકે એમ હતું. આદિવાસી મતો વધુ હોય તેવી દ. ગુજરાતની 10 બેઠકો પર મતોનું ધ્રુવીકરણ થવાની સંભાવના જોવામાં આવી રહી હતી.

વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 4 અને ભાજપને 6 સીટ મળી હતી. એટલે રાજ્ય સરકારે આ પ્રોજેક્ટ મામલે યુ-ટર્ન લીધો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

કોંગ્રેસે વિધાનસભાની આ 4 બેઠકો જીતી હતી

  • સીટ: માંડવી, (કોંગ્રેસ): ગત ચૂંટણીમાં ભાજપે મેરજી ચૌધરીને, કોંગ્રેસે આનંદ ચૌધરીને મેદાનમાં ઉતાર્યા હતા. આનંદભાઈને 96,483 જ્યારે મેરજીભાઈને 45,707 વોટ મળતા કોંગ્રેસ બેઠક જીતી હતી.
  • સીટ: વાંસદા (કોંગ્રેસ): ગઈ ચૂંટણીમાં કોંગ્રેસે અનંતકુમાર પટેલને ટીકીટ આપી હતી. તેમની સામે ભાજપે ગણપતભાઈ મહાલાને ટિકિટ અપાઈ હતી. અનંતકુમારને મતો વધુ મળતા તેઓ જીતી ગયા હતા.
  • સીટ: વ્યારા (કોંગ્રેસ): આ બેઠક પરથી વર્ષ 2017માં કોંગ્રેસના પુનાભાઈ ગામીતને 88,576 મત જ્યારે ભાજપના અરવિંદભાઈ ચૌધરીને 64,162 વોટ મળ્યા હતા. કોંગ્રેસ આ બેઠક જીતી હતી.
  • સીટ: નિઝર (કોંગ્રેસ): આ બેઠક પરથી વર્ષ 2017માં કોંગ્રેસમાંથી ઉભા રહેલા સુનીલ ગામીતને 1,06,234 મત મળ્યા હતા. સામે ભાજપના કાંતિ ગામીતને 83,105 મતો મળતા તેઓ ચૂંટણી હારી ગયા હતા.

ભાજપે જીતેલી આ 6 સીટ પર નુકસાન થવાનો ભય

  • ધરમપુર: 2017માં ભાજપે અરવિંદ પટેલને ઉભા રાખ્યા હતા. તેમને 94,944 મત મળ્યા હતા. કોંગ્રેસમાંથી ઇશ્વરભાઈ પટેલને 72,698 મત મળતા તેઓ ચૂંટણી હારી ગયા હતા.
  • માંગરોળ: ભાજપના ગણપત વસાવાને 91,114 વોટ મળ્યા હતા. કોંગ્રેસના નાનસીંગ વસાવાને 50,315 વોટ મળ્યા હતા.
  • ગણદેવી: 2017માં ભાજપે નરેશભાઈ પટેલને ટિકિટ આપી હતી, તેમને 1,24,010 મત મળ્યા હતા. કોંગ્રેસમાંથી સુરેશભાઈ હળપતિને 65,811 મત મળ્યા હતા.
  • મહુવા: ભાજપમાંથી મોહન ધોડિયાને 82,607 મત મળ્યા હતા. કોંગ્રેસના ડો. તુષાર ચૌધરીને 76,174 મત મળ્યા હતા.
  • ઉમરગામ: ભાજપમાંથી રમણલાલ પાટકરને 96,004 મતો મળ્યા હતા. કોંગ્રેસમાંથી અશોક પટેલને 54,314 મત મળ્યા હતા.
  • કપરાડા: કોંગ્રેસમાંથી જીતુભાઈ ચૌધરી જીત્યા બાદ 2020ની પેટા ચૂંટણીમાં જીતુભાઈ ચૌધરીને 1,12,941 મત મળતા તેઓ જીતી ગયા હતા.
અન્ય સમાચારો પણ છે...