સફળ સારવાર:8 વર્ષની બાળકીના પેટમાંથી 5 કિલોની ગાંઠ કાઢી કિડનીની સફળ સર્જરી કરી

સુરત25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માતાના ગર્ભમાં જ દીકરીને પેટમાં ગાંઠ હોવાનું નિદાન થયું હતું પરંતુ આર્થિક કારણોસર સારવાર ન કરાવતા બાળકીએ એક કિડની ગુમાવી

જન્મજાત પેટમાં ગાંઠ સાથે જન્મેલી ઉધનાની બાળકીની ગાંઠની સ્મીમેર હોસ્પિટલમાં સફળ સર્જરી કરાઈ છે. આર્થિક કારણોસર સમયસર સારવાર ન મળવાના કારણે ગાઠના કારણે બાળકીની એક કિડની પણ ખરાબ થઈ ગઈ હતી. જેથી સર્જરી કરી એક કિડની પણ દુર કરવામાં આવી છે. સ્મીમેર હોસ્પિટલના સર્જરી વિભાગના ડો. હરીશ ચૌહાણે જણાવ્યું હતું કે, ઉધના વિસ્તારમાં રહેતી ૮ વર્ષિય બાળકી માતાના ગર્ભમાં હતી ત્યારે જ તેના પેટમાં મોટી ગાંઠ હોવાનું નિદાન થયું હતું. જોકે પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે બાળકીના જન્મ બાદ ગાંઠની સર્જરી કરાવી શક્યા ન હતા.

વર્ષ 2015માં બાળકીની ખાનગી તબીબ પાસે સારવાર પણ કરાવી હતી, પરંતુ તેનાથી બાળકીને કોઈ રાહત થઈ ન હતી. દરમિયાન થોડો સમય પહેલા પરિવાર બાળકીને સ્મીમેર હોસ્પિટલ લઈ ગયો હતો. જ્યાં બાળકીના પેટની ગાંઠની સાઈઝ પહેલા કરતા વધી ગઇ હોવાનું અને ગાંઠના કારણે બાળકીની જમણી તરફની કિડની ખરાબ થઈ ગઈ હોવાનું નિદાન થયું હતું. સ્મીમેર હોસ્પિટલના સર્જરી વિભાગના હરીશ ચૌહાણ તેમજ ડો. જીગ્નેશ સવસવીયા અને ડો. દક્ષેશ પટેલ સહિતની ટીમે બાળકીની સફળ સર્જરી કરી 5 કિલોની ગાંઠ દૂર કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...