રજૂઆત:કોરોના કોલરટ્યુન બંધ કરવા કેન્દ્રીય મંત્રીને રજૂઆત

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના સામે સુરક્ષા કઈ રીતે વર્તવી તેની ગાઈડલાઈન સંભળાવતી કોલરટ્યુન બંધ કરવા માટે મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન અંતર્ગત તૈયાર કરવામાં આવેલી ટેલિફોન એડવાઈઝરી કમિટીના દ્વારા કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદને રજૂઆત કરવામાં આવી છે. ટેલિફોન એડવાઈઝરી કમિટીના સભ્ય યશ દેસાઈ જણાવે છે કે, અમારી ટીમ પાસે આવેલી માહિતીમાં ઘણાં ઈમરજન્સી કોલ દરમિયાન લાંબી લચક આ કોલરટ્યુન સાંભળવાની નોબત આવે છે. જેમાં ઘણી વખત લોકો આ કોલરટ્યુનના કારણે પણ કોલ કરવાનું ટાળી રહ્યા છે. આ અંગે આવનારા દિવસમાં ટીએસીની મિટીંગ પણ મળનારી છે. જેમાં આ મુદ્દે સરકારમાં રજૂઆત કરીશું.’

અન્ય સમાચારો પણ છે...