તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાલીઓની માગ:સુરતની શાળાઓમાં આગામી શૈક્ષણિક સત્રમાં ટ્યુશન ફીમાં 50 ટકા રાહત આપવા જિલ્લા શક્ષિણાધિકારીને રજૂઆત

સુરત22 દિવસ પહેલા
શાળાઓની ટ્યુશન ફીમાં 50 ટકા રાહતની માંગ સુરતના વાલીઓ દ્વારા કરવામાં આવી છે
  • આવેદનપત્ર આપીને વાલીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી

આગામી શૈક્ષણિક સત્ર 2021- 22 માં શાળાઓની ટ્યુશન ફીમાં 50 ટકા રાહતની માંગ સુરતના વાલીઓ દ્વારા કરવામાં આવી છે. જે મુદ્દે સુરત સ્ટુડન્ટસ એન્ડ પેરેન્ટ્સ વેલ્ફેર એસોસિયેશન દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી અને કલેકટરને આવેદનપત્ર આપી રજુવાત કરવામાં આવી છે.

સરકારે જાહેર કરેલ ટ્યુશન ફી છતાં કેટલીક શાળાઓ દ્વારા તેનું અમલવારી કરવામાં આવ્યું ન હોવાના આક્ષેપ
સરકારે જાહેર કરેલ ટ્યુશન ફી છતાં કેટલીક શાળાઓ દ્વારા તેનું અમલવારી કરવામાં આવ્યું ન હોવાના આક્ષેપ

આવેદનપત્ર આપી રજૂઆત
રાજ્ય સરકાર દ્વારા ગત વર્ષે કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી વાલીઓને સ્કૂલ ફી માં 25 ટકા રાહત આપવામાં આવી હતી.જો કે કોરોનાની મહામારી હજી પણ યથાવત છે. ત્યારે ચાલું વર્ષે પણ રાજ્ય સરકાર દ્વારા સ્કૂલ ફી નહીં પરંતું ટ્યુશન ફી માં 50 ટકા રાહત આપવાની માંગ વાલીઓ દ્વારા કરવામાં આવી છે. સુરત સ્ટુડન્ટસ એન્ડ પેરેન્ટ્સ વેલફેર એસોસિયેશન દ્વારા આ મુદ્દે જિલ્લા શિક્ષણ અધિકારી અને કલેકટરને લેખિતમાં આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી છે.

જિલ્લા શિક્ષણ અધિકારી અને કલેકટરને લેખિતમાં આવેદનપત્ર અપાયું છે
જિલ્લા શિક્ષણ અધિકારી અને કલેકટરને લેખિતમાં આવેદનપત્ર અપાયું છે

50 ટકા ફી માફીની માગ
ગત વર્ષે સરકારે જાહેર કરેલ ટ્યુશન ફી છતાં કેટલીક શાળાઓ દ્વારા તેનું અમલવારી કરવામાં આવ્યું ન હોવાના આક્ષેપ પણ વાલીઓએ કર્યા હતા.જેથી ચાલું વર્ષે શેક્ષણિક સત્ર 2021-22 ની ટ્યુશન ફી માં 50 ટકા રાહત આપી અને અન્ય એક્ટિવિટી ફી રદ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...