• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Submission To The Commissioner Of Police To File A Case Against The Local Police For Killing The Corporator Of Aam Aadmi In Surat

AAPની માગ:સુરતમાં આમ આદમીના કોર્પોરેટરને મારવા અંગે સ્થાનિક પોલીસ સામે ગુનો દાખલ કરવા પોલીસ કમિશનરને રજૂઆત

સુરત16 દિવસ પહેલા
  • કૉપી લિંક
વિપક્ષના નેતા સહિતના કાઉન્સિલરો પોલીસ કમિશનરે પહોંચ્યા હતાં. - Divya Bhaskar
વિપક્ષના નેતા સહિતના કાઉન્સિલરો પોલીસ કમિશનરે પહોંચ્યા હતાં.
  • કોર્પોરેશનના સભાખંડમાં ધરણા પર બેઠેલા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોના કપડા ફાડ્યા હોવાની રજૂઆત

સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા અને લઈને વિવાદ વકર્યો છે. સામાન્ય સભામાં આમ આદમી પાર્ટી બે મહત્વની દરખાસ્ત રજૂ કરવાની હતી. પરંતુ તે પહેલા જ સભાને બરખાસ્ત કરી દેવાતા આમ આદમી પાર્ટી દ્વારા શાંતિપૂર્ણ રીતે સભાખંડમાં ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારણા કરવા બેઠેલા કોર્પોરેટરોને માર્શલ અને પોલીસની મદદથી ટીંગાટોળી કરીને સભાખંડની બહાર કાઢવામાં આવ્યા હતા. જે દરમિયાન આપના કોર્પોરેટરોના કપડાં ફાડવામાં આવ્યા હતા. તેમજ તેમને ઈજા પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી હોવાનો વિસ્તૃત અહેવાલ પોલીસ કમિશનર સમક્ષ આપના નેતાઓ દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. પ્રદેશ મંત્રી સહિતના સંગઠનના અને વિરોધ પક્ષના નેતા દ્વારા ગુનો દાખલ કરી યોગ્ય પગલા લેવા માગ પોલીસ કમિશનરને કરવામાં આવી છે.

આપના નેતાઓ અને કોર્પોરેટરો પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા હતાં.
આપના નેતાઓ અને કોર્પોરેટરો પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા હતાં.

પોલીસે માર માર્યાની રજૂઆત
કોર્પોરેટર ઘનશ્યામ મકવાણા, કનુ ગેડીયા અને કુંદન કોઠિયાને માર માર્યો હોવાથી માર મારનાર સામે ફરિયાદ નોધાવવાનું આપ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. આ ઘટનામાં પોલીસ કર્મીઓ આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને માર માર્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ જણાતા પોલીસ સ્ટેશન દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી ન હતી. વારંવાર રજૂઆત છતાં પણ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા ફરિયાદ નોંધવામા ન આવતા આમ આદમી પાર્ટીના નેતાઓ આજે પોલીસ કમિશનર અજય તોમર સાથે ઊંડાણપૂર્વકની ચર્ચા થઈ હતી.

પોલીસકર્મીઓ સામે પણ કાર્યવાહીની માગ કરાઈ છે
પોલીસકર્મીઓ સામે પણ કાર્યવાહીની માગ કરાઈ છે

અપશબ્દો કહેવાયા અને માર મરાયો-વિપક્ષ નેતા
વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું કે, આમ આદમી પાર્ટીને કોર્પોરેટરને સુરત મહાનગરપાલિકાના માર્શલ અને પોલીસના હાથે માર મારવામાં આવ્યો હતો. અમારા કોર્પોરેટરને ઇજા થઇ હોવા છતાં પણ પોલીસે અમારી ફરિયાદ લીધી ન હતી. જે પોલીસ કર્મચારી દ્વારા કોર્પોરેટરને ગાળો આપવામાં આવી હતી અને માર મારવામાં આવ્યો હતો. ફરિયાદમાં પોલીસ અધિકારીઓના નામ લખવાની શરૂઆત કરતાની સાથે જ અમારી ફરિયાદ લેવાઈ ન હતી. આ બાબતની અમે પોલીસ કમિશનરને માહિતી આપી છે. પોલીસ કમિશ્નરે અમને આશ્વાસન આપ્યું છે કે, સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવશે અને યોગ્ય પગલાં લેવાશે. જો અહીં અમારી ફરિયાદ યોગ્ય રીતે લેવામાં ન આવે તો અમે સીધી કોર્ટમાં અમારી ફરિયાદ કરીશું.