તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરવાનગી:જરીના એકમોને શરૂ કરવાની મંજુરી માટે એસોસિયેશની સીએમને રજૂઆત

સુરત10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઉદ્યોગકારો અને ધારાસભ્યએ પણ છૂટછાટની માંગણી કરી
 • લોકડાઉનમાં 400 જરી ઉત્પાદકોનું ઉત્પાદન 50 દિવસથી બંધ છે

શહેરનો પરપરાંગત ગણાતો ઉદ્યોગ જરી જીએસટી પછી આપદાઓ વેઠી રહ્યા છે. શહેરમાં 400 જેટલાં જરી ઉત્પાદકો છે, જે પૈકી મોટાભાગના ઘરમાં જ મશીનો ધરાવે છે. તેમ છતાં જરી ઉત્પાદકો લોકડાઉનના કડક નિયમોના લીધે ઉત્પાદન શરૂ કરી શકતા નથી. જેને શરૂ કરાવવા માટે ધારસભ્ય અરવિંદ રાણાએ જરીના એકમો શરૂ કરાવવા મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ પરવાનગી માંગી છે.

મુખ્યમંત્રીને જરી ઉદ્યોગને કામકાજ શરૂ કરવાની છૂટ આપવા રજૂઆત કરી
ધી સુરત જરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના મંત્રી બિપીન જરીવાળા જણાવે છે કે, કોટ વિસ્તાર અને ઉધના રેડ ઝોનમાં છે પરંતુ તેમાંય વાડીફળીયા, નવાપુરા, સગરામપુરા, અંબાનગર, સોમનાથ સોસાયટી, ખડોદરાની જાગનાથ સોસાયટી, ઉધનાનું ગોકુલનગર, વાડીનાથમાં કોરોના કેસ નોંધાયા નથી. અહીં મંજૂરી મળે તો ઉત્પાદન શરૂ કરી શકાય તેમ છે. માર્ચ થી મે દરમિયાનની લગ્નસરા અને હાલની રમઝાનની સિઝન તો નિષ્ફળ રહી છે, પરંતુ બેંગ્લોરમાં દુકાનો ખૂલતા પૂછપરછ શરૂ થઈ છે, તેથી ઉત્પાદકો ઉત્પાદન શરૂ કરવા માંગે છે. પેમેન્ટ પણ કરોડો રૂપિયાનું ઉદ્યોગકારોનું અટકી પડી ગયું છે. માટે એકમો શરૂ થાય તો ઉદ્યોગોને બુસ્ટ મળશે. સુરત પૂર્વના ધારાસભ્ય અરવિંદ રાણાએ પણ મુખ્યમંત્રીને જરી ઉદ્યોગને કામકાજ શરૂ કરવાની છૂટ આપવા રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો