તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોનાને કારણે રેલવે તંત્ર દ્વારા ટ્રેનો બંધ કરવામાં આવી હતી. જેમાંથી ઘણી બધી ટ્રેનો ધીરેધીરે શરુ કરવામાં આવી છે. ત્યારે અપડાઉન કરનારા હજારો રેલવે યાત્રીઓ માટે બંધ થયેલ ટ્રેનોની સેવા ફરીથી શરુ કરવા માટે ડી.આર.યુ,સી.સી મેમ્બર સનીત પટેલ દ્વારા સુરત સ્ટેશનના ડાયરેકટર અને ડીઆરએમને કરી છે.
છ મહિનાથી બંધ થયેલી ટ્રેનોની સેવા ફરીથી શરુ કરવા રજૂઆત
દક્ષિણ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો સુરત રેલવે સ્ટેશનથી અપડાઉન કરે છે. પરંતુ કોરોનાને કારણે ટ્રેનો બંધ થઈ જતા અપડાઉન કરતા લોકોની હાલત કફોડી બની ગઈ છે. રેલવે તંત્ર દ્વારા હવે ધીરેધીરે ઘણી બધી ટ્રેનો શરુ કરવામાં આવી છે. ત્યારે છેલ્લા છ મહિનાથી બંધ થયેલી ટ્રેનોની સેવા ફરીથી શરુ કરવા માટે ડીઆરયુસીસી મેમ્બર સનીત પટેલ દ્વારા સુરત સ્ટેશન ડાયરેક્ટર અને ડીઆરએમને રજૂઆત કરવામાં આવી છે.
છેલ્લા છ મહિનાથી અપડાઉન કરવા માટે મુશ્કેલી
ડીઆરયુસીસી મેમ્બર સનીત પટેલે રજૂઆત કરતા જણાવ્યું હતું કે કોવિડ-19ના કારણે 22 માર્ચથી રેલવે યાત્રી ટ્રેનો બંધ કરવામાં આવી છે. જેમાંથી ઘણીબધી ટ્રેનો રેલવે મંત્રાલય અને સરકારના આદેશથી પુનઃ શરુ કરવામાં આવી છે. પરંતુ દક્ષિણ ગુજરાતમાં રહેતા જુદા જુદા વર્ગના લોકો મોટી સંખ્યામાં રોજગારી અર્થે ટ્રેનો મારફતે સુરતથી અપડાઉન કરે છે. છેલ્લા છ મહિનાથી અપડાઉન કરવા માટે મુશ્કેલી અનુભવી રહી છે. હાલની પરિસ્થિતિમાં લોકોની આર્થિક પરિસ્થિતિ ખુબ જ નબળી હોય તેવા સંજાગોમાં રેલવે યાત્રીઓએ ખાનગી વાહનોથી રોજગાર અર્થે અવર જવર કરવી પડે છે.જેનો આર્થિક બોજા વધુ પ્રમાણમાં પડે છે. ઘણાને નોકરી અને રોજગારી ઉપર સીધી અસર પડે છે.
10 ટ્રેન શરૂ કરવા માંગ કરાઈ
વધુમાં સનીત પટેલે જણાવ્યું હતું કે, રેલવે યાત્રીઓના હિતમાં વલસાડ દાહોદ ઈન્ટરસીટી, સુરત જામનગર ઈન્ટરસીટી, વડોદરા ભીલાડ ટ્રેન, સુરત બ્રાન્દ્રા ઈન્ટરસીટી, સુરત વિરાર મેમુ, સુરત અમદાવાદ મેમુ, સુરત ભુસાવલ મેમુ, સુરત નંદુરબાર ટ્રેન, વલસાડ વિરમગામ અને ગુજરાત ક્વીન શરુ કરવા માટે રજૂઆત કરી હતી.
પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.