તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Submission To Open A Market For Necessary Work In Surat, Between Fosta And The Chamber In The Police Commissioner's Office

રજૂઆત:​​​​​​​સુરતમાં જરૂરી કામ માટે માર્કેટ ખોલવા દેવા રજૂઆત, પોલીસ કમિશનર કચેરીમાં ફોસ્ટા અને ચેમ્બર વચ્ચે તું તું મેં મે

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાર્સલ સહિતના જરૂરી કામો માટે મર્યાદિત સમય માટે માર્કેટ ખુલ્લી રાખવા ફોસ્ટાએ મજૂરી માગી છે(ફાઈલ તસવીર) - Divya Bhaskar
પાર્સલ સહિતના જરૂરી કામો માટે મર્યાદિત સમય માટે માર્કેટ ખુલ્લી રાખવા ફોસ્ટાએ મજૂરી માગી છે(ફાઈલ તસવીર)
  • ફોસ્ટા દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી

સુરત પોલીસ કમિશનરને આજે સુરત ફેડરેશન ઓફ સુરત ટેકસટાઇલ એસોસિએશન (ફોસ્ટા) પોતાના બેન્કિંગ કામ, ઓર્ડરના તૈયાર કરાયેલા પાર્સલ મોકલવા તેમજ અન્ય કામગીરી માટે થોડો સમયની છૂટછાટ માટે માગણી કરી છે.પોલીસ કમિશનર ઓફિસના કેમ્પસમાં જ ચેમ્બરની ટાસ્ક ફોર્સ અને ફોટા વચ્ચે તું તું મેં મેં શરૂ થઈ ગઈ હતી. સ્પષ્ટ શબ્દોમાં કોઈને અમારી બાબતમાં દખલગીરી ન કરવાની વાત કરી હતી. થોડા સમય માટે ચેમ્બર અને ફોટા વચ્ચે વિવાદ થતો હોય તેવી સ્થિતિ ઉભી થઈ ગઈ હતી.

પોલીસ કમિશનરને ફોસ્ટાની રજૂઆત
ફેડરેશન ઓફ સુરત ટેકસટાઇલ માર્કેટ દ્વારા સરકારે 12મે સુધી માર્કેટ બંધ રાખવાના કરેલા નિર્ણયને સમર્થન આપ્યું છે. પરંતુ સાથોસાથ તેમણે તેમની કેટલીક સમસ્યા અંગે પણ પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી. તેમના કહેવા મુજબ તેમના કેટલાક મહત્વના પેન્ડિંગ કામ બેન્કિંગની લેવડદેવડ તેમજ જે અલગ-અલગ ઓર્ડર તેમને મળ્યા છે તે ઓર્ડરના પત્રો માટે થોડા સમય માટે છૂટ આપવામાં આવે તો ટેક્સટાઈલ માર્કેટને થોડી રાહત મળી શકે એમ છે. પોલીસ કમિશનરે તેમની રજૂઆત સાંભળ્યા બાદ તેમને લેખિતમાં કેટલો સમય અને તેને માટે જોઈએ છે તે અંગે રજૂ કરવા સૂચન કર્યું છે.

ફોસ્ટાએ કહ્યું અમે સ્વતંત્ર
વેપાર અંગેની રજૂઆત કરવા માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એક ટાસ્ક ફોર્સ તૈયાર કરવામાં આવી છે. જે પોલીસ કમિશનરને વર્તમાન સમયમાં વેપાર માટે થતી મુશ્કેલીઓ અંગે રજૂઆત કરશે. ચેમ્બર ઓફ કોમર્સની ટાસ્ક ફોર્સ અંગે ફોસ્ટા કહ્યું કે અમે માત્ર અમારી જે રજૂઆત છે.તે પોલીસ કમિશનરને જણાવી છે. અમે સ્વતંત્ર રીતે નિર્ણય લઈશું. અમે ટાસ્ક ફોર્સ કે અન્ય કોઈ કમિટીની દખલગીરી ચલાવી લઈશું નહિં. ટેક્સટાઇલ માર્કેટની અન્ય એસોસિયેશન કે માર્કેટ સાથે જોડાયેલી અન્ય કોઈ સંસ્થાઓના નિર્ણય સાથે અમને કોઈ લેવાદેવા નથી. અમે અમને પડતી મુશ્કેલી અને તેને ઉકેલવા માટે સક્ષમ છે. સુરત ચેમ્બર ઓફ કોમર્સ અને હંમેશા સહકાર આપીશું પરંતુ અમે અમારા મુદ્દાને રજૂઆત અને તેનો ઉકેલ જાતે લાવવા પ્રયાસ કરીશું.

સંસ્થાઓની ટાસ્ક ફોર્સ બનેલી
ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું કે, ચેમ્બર ઓફ કોમર્સ અને ટેક્સટાઇલ માર્કેટની અલગ અલગ એસોસિએશન દ્વારા એક ટાસ્ક ફોર્સ બનાવવા માટે સૂચન કરવામાં આવ્યું હતું. એ ટાસ્ક ફોર્સ દ્વારા ટેક્સટાઇલ ઉદ્યોગને લઈને નિર્ણય લેવામાં આવે જે સર્વ સ્વીકૃત હોય. જેના નિર્ણયમાં ટેક્સટાઇલ ઉદ્યોગને કોઈપણ જાતની મૂંઝવણ ન રહે. માર્કેટની અલગ-અલગ સંસ્થાઓને લઈને ફોસ્ટા વિરોધ વ્યક્ત કર્યો છે. ફોસ્ટાના પ્રમુખએ જણાવ્યું છે કે, ચેમ્બરના નિર્ણય સાથે સહમત છે .પરંતુ એના સિવાય ટેક્સટાઇલ સાથે જોડાયેલી એસોસિયેશન નિર્ણય અમને માન્ય નથી.

પોલીસને સહકાર આપીએ છીએ
રંગનાથ શારદાએ જણાવ્યું કે, અમે પોલીસ કમિશનર દ્વારા કરાયેલા સૂચનમાં સહકાર આપી રહ્યા છીએ અને શહેરના હિતમાં જે પણ નિર્ણય લેવામાં આવી રહ્યા છે, તેનું સમર્થન કરી રહ્યા છે. કમિશનરને લેખિતમાં બેન્કિંગ કામગીરીના કલાકો દરમિયાન તેમજ અમારી કેટલીક કામગીરી માટે અમને સમય ફાળવવામાં આવે છે જેથી કરીને માર્કેટની પ્રક્રિયા ધીરે-ધીરે શરૂ રહે. વેપારીઓને જે ઓર્ડર મળ્યા છે તે પાર્સલ તૈયાર થઇ ગયા બાદ હવે તેમને પહોંચાડવા માટે થોડો સમય આપવામાં આવે તો ઘણા ઉદ્યોગને રાહત મળશે. જે અંગે અમે લેખિતમાં પોલીસ કમિશનરને આપવાના છે કે, કઈ રીતે કઈ બાબતને લઈને અમને છૂટછાટ જોઈએ છે.