કોરોના ઇફેક્ટ:ડેમરેજ ચાર્જ નહીં વસૂલવા માટે ફોસ્ટાની ટ્રાન્સપોર્ટર્સને રજૂઆત, લોકડાઉનમાં માલ નહીં છોડાવાતા સ્થિતિ વણસી

સુરત3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોકડાઉને લીધે સુરતના ટ્રાન્સપોર્ટમાં બહારગામ ગયેલા કાપડના પાર્સલને ત્યાંના વેપારીઓએ નહીં છોડાવતાં ડેમરેજ ચાર્જના ચૂકવણાનું ભારણ વેપારીઓના માથે આવ્યું છે. જેને લઈને ફોસ્ટાએ ટ્રાન્સપોટર્સને પત્ર લખીને ડેમરેજ નહીં વસુલવા માંગ કરી છે. ફોસ્ટા પ્રમુખ મનોજ અગ્રવાલ જણાવે છે કે, સુરતના એક વેપારીએ તેનો માલ બહાર મોકલ્યો હતો. 60 દિવસના લોકડાઉનમાં જે વેપારીને માલ મોકલ્યો હતો. તેણે પાર્સલ નહીં છોડાવતાં ટ્રાન્સપોર્ટ ગોડાઉન માલિકે ડેમરેજ ચાર્જની વસુલાત શરૂ કરી છે.

આ અંગે ટેક્સટાઈલ ટ્રાન્સપોર્ટ એસો.ના પ્રમુખ યુવરાજ દેસલે જણાવે છે કે, સામાન્ય ચાર્જીસ ડેમરેજના હોઈ છે. જોકે, સુરતમાં તો આ પ્રકારના ચાર્જ વસુલાતા નથી. ત્યાંના ટ્રાન્સપોર્ટર્સ દ્વારા ચાર્જીસ વસુલવામાં આવી રહ્યા છે. અમે પણ અમારી રીતે રજૂઆત કરી છે. આ ઉપરાંત વેપારીઓએ રિટર્ન ગુડ્સને પણ સુરતના ટ્રાન્સપોર્ટમાં નોંધણી કરાવવા માટે સૂચન કર્યુ છે.

અન્ય સમાચારો પણ છે...