તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગણી:હીરાના ટ્રેડિંગ પરના 2% ટેક્સ દૂર કરવા નાણામંત્રીને રજૂઆત, બજેટમાં જાહેરાત છતાં લાભ મળ્યો નથી

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
નિર્મલા સીતારામણને રજૂઆત કરાઈ - Divya Bhaskar
નિર્મલા સીતારામણને રજૂઆત કરાઈ

હીરાના ઓનલાઈન ટ્રેડિંગ પર લાગતા 2% ટેક્સને નાબૂત કરવા માટે સાંસદ દર્શના જરદોષ દ્વારા કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણને રજૂઆત કરવામાં આવી છે. છેલ્લાં એક વર્ષથી જીજેઈપીસી દ્વારા કોમર્સ અને નાણા મંત્રાલયને હીરાના ઓનલાઈન ટ્રેડિંગ પર લાગતો 2 ટકા ટેક્સ દૂર કરવા માટેની માંગણી કરવામાં આવી રહી છે. સાંસદ દર્શના જરદોષની આગેવાનીમાં સ્થાનિક ઉદ્યોગકારોએ 2 વખત નાણામંત્રીને રજૂઆત કરી છે. તેમ છતાં 2 ટકા ટેક્સ દૂર કરાયાનું સર્ક્યુલર જાહેર થયું નથી.

સ્થાનિક હીરા ઉદ્યોગના આગોવાનોના મતાનુસાર મૌખિક રીતે 2 ટકા ટેક્સ દૂર કરવા માટે મંજૂરી આપી છે. ઉપરાંત બજેટમાં પણ 2 ટકા ટેક્સ દૂર કરવા મુદ્દે જાહેરાત થઈ ચૂકી છે. પરંતુ સર્ક્યુલર જાહેર થયું નથી. આ સર્ક્યુલર જાહેર નહીં થતાં હીરાના ઓનલાઈન ટ્રેડિંગના બાદના ટેક્સ મુદ્દે મુંઝવણ પ્રર્વર્તી છે. કોરોનાને કારણે હીરા અને ઝવેરાતનું ઓનલાઈન ટ્રેડિંગ વધ્યું છે. ત્યારે આ અસ્પષ્ટતાને કારણે હીરા ઉદ્યોગકારોને હેરાનગતિ વધી છે. જેને લઈને હીરા વેપારીઓ દ્વારા વારંવાર રજૂઆત કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...