તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Submission To DEO With Allegation That LP Savani School Of Surat Does Not Provide Online Education To Students Under RTE

વિરોધ પ્રદર્શન:​​​​​​​સુરતની એલ.પી.સવાણી શાળા દ્વારા RTE હેઠળના વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ ન અપાતુ હોવાના આક્ષેપ સાથે DEOને રજૂઆત

સુરત3 મહિનો પહેલા
વાલીઓએ DEO કચેરીએ હોબાળો મચાવ્યો હતો.
  • નવ સર્જન ટ્રસ્ટ દ્વારા રજૂઆત કરીને શાળા વિરૂદ્ધ કાર્યવાહી કરવા માગ કરાઈ

કોરોના લોકડાઉનના કારણે શાળાઓ દ્વારા ઓન લાઈન આપવામાં આવી રહ્યું છે. જો કે, રાઈટ ટૂ એજ્યુકેશન એટલે કે RTE કાયદા અંતર્ગત ગરીબ વિદ્યાર્થીઓને ખાનગી શાળામાં ગત વર્ષે એડમિશન અપાયા બાદ ઓનલાઈન શિક્ષણ ન અપાતું હોવાની રાવ સાથે DEO કચેરીએ રજૂઆત કરવામાં આવી હતી. નવ સર્જન ટ્રસ્ટ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું છે કે, એક વર્ષથી વધુના સમય બાદ પણ DEO ના આદેશનું પાલન નહિ કરનાર શાળાઓની માન્યતા રદ કરો યા રાજીનામુ આપો એવી માગ કરી હોબાળો મચાવ્યો હતો. RTE હેઠળ પ્રવેશ લેનાર 12-15 વિદ્યાર્થીઓને પાલમાં આવેલી એલ.પી. સવાણી સ્કૂલ દ્વારા માત્ર પીડીએફથી શિક્ષણ આપવામાં આવતો હોવાના આક્ષેપ સાથે રોષ વ્યક્ત કર્યો હતો.

વાલીઓએ વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ ન કરવા રજૂઆત કરી હતી.
વાલીઓએ વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ ન કરવા રજૂઆત કરી હતી.

ફી ભરનારને ઓનલાઈન એજ્યુકેશન
યુસુફ પઠાણ (પ્રમુખ, સુરત નવ સર્જન ટ્રસ્ટ) એ જણાવ્યું હતું કે, સુરતના પાલ વિસ્તારમાં આવેલી એલ.પી. સવાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં 2020-21 માં RTE એકટના માધ્યમથી 10 થી 12 ના બાળકોને પ્રવેશ ફાળવવામાં આવ્યા હતાં. પરંતુ સ્કુલના સંચાલકો તેમજ ટ્રસ્ટીઓ દ્વારા હાલમાં કોરોના લોકડાઉનને કારણે ઓનલાઇન ચાલતા શિક્ષણ થી આવા 15 જેટલા વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણથી વંચિત રાખી રહ્યા છે. ફી ચૂકવીને શિક્ષણ લઇ રહેલા તમામ વિદ્યાર્થીઓને ઓન લાઈન શિક્ષણ આપી રહ્યા છે. એટલે RTE હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ સાથે અન્યાય અને ભેદભાવવાળુ વર્તન કરવામાં આવી રહ્યું છે એ સાબિત થાય છે.

વિદ્યાર્થીઓ સાથે અન્યાય થતો હોવાની રજૂઆત કરાઈ હતી.
વિદ્યાર્થીઓ સાથે અન્યાય થતો હોવાની રજૂઆત કરાઈ હતી.

ફરિયાદ બાદ પણ યોગ્ય નિર્ણય ન લેવાયો
યુસુફ પઠાણે વધુમાં જણાવ્યું હતું કે આર.ટી.ઇ. હેઠળ પ્રવેશ મેળનાર વિદ્યાર્થીઓને માત્ર વોટસઅપ પર અભ્યાસ અંગે પી.ડી.એફ. મોકલી આપવામાં આવે છે જેથી બાળકોનુ શિક્ષણનુ સ્તર ખૂબ જ નીચુ જઇ રહ્યું છે. આ સમગ્ર મામલે વાલીઓ દ્વારા શાળા સંચાલકોને વારંવાર ફરીયાદ અને આજીજી કરવામાં આવી છે. છતાં શાળા સંચાલકો દ્વારા તોછડાઇ પૂર્વક ઉત્તર આપવામા આવી રહ્યા છે."તમારા બાળકો સાથે આવુ જ વર્તન થશે અને આવી જ રીતે અભ્યાસ કરાવવામાં આવશે, તેઓનો ઓનલાઇન શિક્ષણ આપવામા આવશે નહી, તમારે જયાં ફરીયાદ કરવી હોય, તમને જે કરવું હોય તે કરી શકો છો, તમારા બાળકને બીજી સ્કૂલમાં એડમિશન કરાવી શકો છો, સરકાર અમને પૈસા આપતી નથી અમે આ રીતેનુ વર્તન જ કરીશું."