તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શાળાની મનમાનીના આક્ષેપ:સુરતની શારદાયતન શાળાએ ફી ન ભરનારા વિદ્યાર્થીઓના પરિણામ અટકાવતા વાલીઓની DEOને રજૂઆત

સુરત8 દિવસ પહેલા
વિદ્યાર્થીઓનું પરિણામ ન અપાતા વાલીઓ જિલ્લાશિક્ષણાધિકારી કચેરીએ પહોંચ્યા હતાં.
  • શાળા દ્વારા ફી ના ભરાતા 200 વિદ્યાર્થીઓના પરિણામ અટકાવ્યા હોવાથી વાલીઓનો વિરોધ

સ્કૂલો ઓનલાઈન શરૂ થતાની સાથે જ વાલીઓ અને શાળા સંચાલકો વચ્ચે વિવાદ શરૂ થઈ ગયા છે. શાળા સંચાલકો ફી ભરી ન હોય તેવા વિદ્યાર્થીઓની સામે પગલાં લઇ રહ્યા છે. ત્યારે બીજી તરફ વાલીઓ શાળા સંચાલકોની મનમાનીને લઈને વિરોધ કરી રહ્યા છે. શારદાયતન સ્કૂલમાં આજે સવારે વિદ્યાર્થીઓના વાલીઓ પરિણામ લેવા માટે પહોંચ્યા હતાં. ત્યારે કેટલાક વાલીઓને શાળા દ્વારા પરિણામ આપ્યું ન હતું. ત્યારે વાલીઓએ રજૂઆત કરી તો શાળા સંચાલકોએ જવાબ આપ્યો કે, જ્યાં સુધી વિદ્યાર્થીઓની ફી ચૂકવવામાં નહિં આવે ત્યાં સુધી પરિણામ આપવામાં આવશે નહીં .જેને લઇને વાલીઓએ શાળામાં પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.બાદમાં શાળા મનમાની કરતી હોવાના આક્ષેપ સાથે ડીઈઓને રજૂઆત કરી હતી.

લેખિતમાં DEOને વાલીઓએ આવેદનપત્ર આપ્યું હતું.
લેખિતમાં DEOને વાલીઓએ આવેદનપત્ર આપ્યું હતું.

ફી મુદ્દે બૂમરાણ
શારદાયતન શાળામાં સંચાલકો અને વાલીઓ સાથે વચ્ચે ચકમક થયા બાદ શાળા સંચાલકો પોતાના નિર્ણયને વળગી રહેતા વિદ્યાર્થીઓનું પરિણામ વાલીઓને આપ્યું ન હતું. તેને પગલે વાલીઓએ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે પહોંચીને રજૂઆત કરી હતી. સરકારે નિયત કરેલા ધારાધોરણ મુજબ વાલીઓ ફી ભરી હોવા છતાં પણ શાળા સંચાલકો પોતાની રીતે જ વાલીઓ પાસેથી વસુલી રહ્યા હોવાની બૂમરાણ મચી છે.

વાલીઓએ કહ્યું કે, સરકારના નિયમનું પણ શાળા દ્વારા ઉલ્લંઘન કરવામાં આવે છે.
વાલીઓએ કહ્યું કે, સરકારના નિયમનું પણ શાળા દ્વારા ઉલ્લંઘન કરવામાં આવે છે.

FRCના નિમયોનું પાલન થતું નથી-વાલી
જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવા આવેલા વાલી વિશાલ ગજેરાએ જણાવ્યું કે, રાજ્ય સરકારે ટ્યુશન ફીના 75 ટકા વાલીઓ પાસે શાળા સંચાલકોએ લેવાની રહેશે, તેવું સૂચન કર્યા છતાં પણ શાળા સંચાલકો સરકારનું કે FRCના જાહેર કરેલા નિયમોનું પાલન કરવામાં આવતું નથી. અમે સરકારે કહેવા પ્રમાણે ફી ચૂકવી હોવા છતાં પણ અમારા બાળકોના પરિણામો શાળા દ્વારા આપવામાં આવી રહ્યા નથી. જેને લઇને અમે જિલ્લા શિક્ષણ અધિકારી અને રજૂઆત કરી છે.