આવેદન:આધાર કાર્ડનું કામ શરૂ કરવા કમિ.ને રજૂઆત

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચાર માસથી નવા આધારકાર્ડ બનાવવાની કામગીરી બંધ છે. હવે અનલોક થતાં આધારકાર્ડની કામગીરી પુન: શરૂ કરવા કોંગ્રેસના કોર્પોરેટર ભાવેશ રબારીએ મ્યુ.કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. આવેદનમાં જણાવ્યું છે કે બેંક લોન, અકસ્માતે ગુજરનાર શ્રમિકના પરિવારોને વીમા યોજનાનું ફોર્મ રજૂ કરતી વખતે તેમજ કુદરતી રીતે અવસાન પામનારના કિસ્સામાં નિરાધાર વિધવાઓ અને મધ્યમ વર્ગના લોકોને આવી સહાયના ફોર્મની સાથે આધારકાર્ડ ન હોવાથી બેંકમાં ખાતું ખોલાવી શકતા નથી. જેથી ફોર્મ અટવાય છે જેથી આધારકાર્ડનું કામ શરૂ કરવા રજૂઆત કરાઈ છે. 

અન્ય સમાચારો પણ છે...