તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માગ:​​​​​​​અમૃતમ યોજના અને આયુષ્યમાન ભારત યોજનામાં કોરોના વાઈરસની સારવારનો સમાવેશ કરવા સુરતમાં કલેક્ટરને રજૂઆત

સુરત2 મહિનો પહેલા
રત્નકલાકારોને ખાનગી હોસ્પિટલમાં સારી સારવાર મળી રહે તે માટે રજૂઆત કરવામાં આવી હતી.
  • ખાનગી હોસ્પિટલમાં સામાન્ય ગરીબ દર્દીઓને સારી સારવાર મળે તે માટે આવેદનપત્ર

સુરત સહિત આખો દેશ કોરોના વાઈરસ સામે લડત લડી રહ્યો છે. ત્યારે હીરાઉદ્યોગમાં કામ કરતા લોકો કોરોના વાઈરસની સારવાર સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલમા લઈ રહ્યા છે. સરકારી હોસ્પિટલમા હવે જગ્યા ન હોવાના કારણે લોકો પ્રાઇવેટ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લેવા મજબૂર બન્યા છે. પ્રાઇવેટ હોસ્પિટલમા કોરોનાની સારવાર ખૂબ મોંઘી છે. જેના કારણે હીરાઉદ્યોગના રત્નકલાકારો ભારે આર્થિક સંકટમા ફસાઈ રહ્યા છે ત્યારે સરકારની અમૃતમ યોજના અને આયુષ્યમાન ભારત યોજના હેઠળ કોરોના રોગને આવરી લેવામાં આવે તેવી રજૂઆત ક્લેક્ટર સમક્ષ રત્નકલાકારો દ્વારા કરવામાં આવી છે.

રત્નકલાકારોને આર્થિક મદદ કરવા માગ
ભાવેશ ટાંકએ જણાવ્યું હતું કે, હીરાઉદ્યોગના રત્નકલાકારો છેલ્લા ઘણા સમયથી બેરોજગારી અને આર્થિક તંગી સહિતની અનેક સમસ્યાઓથી પીડાય રહ્યા છે. બેરોજગારી અને આર્થિક તંગીના કારણે અસંખ્ય રત્નકલાકારોએ આપઘાત કરી જીવન ટૂંકાવી લેવાના બનાવો બન્યા છે. કોરોનાના કારણે જ લોકડાઉન જાહેર કરવામા આવ્યું હતું. તેમાં પણ રત્નકલાકારોને સરકારના પરિપત્ર મુજબનો લોકડાઉનનો પગાર ચૂકવાયો નથી. બીજી તરફ સરકાર દ્વારા પણ હીરાઉદ્યોગના રત્નકલાકારોને કોઈ પ્રકારની આર્થિક મદદ કરવામાં આવી નથી. જેના કારણે રત્નકલાકારો ભારે આર્થિક સંકટમા ફસાઈ ગયા છે.

રત્નકાલાકારોની પડતર માંગ અંગે પણ રજૂઆત કરાઈ હતી.
રત્નકાલાકારોની પડતર માંગ અંગે પણ રજૂઆત કરાઈ હતી.

સારવાર મળે તે માટે રજૂઆત
આ યોજનામા કોરોના વાઈરસ નામના રોગનો સમાવેશ કરવા અથવા હીરાઉદ્યોગમા કામ કરતા રત્નકલાકારો સહિત તમામ મધ્યમ વર્ગના લોકોને પ્રાઈવેટ હોસ્પિટલમા કોરોના વાઈરસની સારવાર વિના મૂલ્યે મળે એ બાબતે તાત્કાલીક નિર્ણય લેવામાં આવે એવી અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...