• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Study Of Bamboo Space For Mega Textile Park, Opinion Of Being The Best Place For Industrialists, 40 Lakh Sq.m. The Park Will Be Able To Take Shape

નિરીક્ષણ:મેગા ટેક્સટાઇલ પાર્ક માટે વાંસીની જગ્યાનો અભ્યાસ, ઉદ્યોગકારો માટે શ્રેષ્ઠ સ્થળ હોવાનો મત, 40 લાખ ચો.મી. પાર્ક આકાર લઈ શકશે

સુરત5 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

વર્ષ 2021-22ના કેન્દ્રિય બજેટમાં નાણામંત્રી નિર્મલા સિતારમણે દેશમાં સાત મેગા ઈનવેસ્ટમેન્ટ ટેક્સટાઈલ પાર્ક બનાવવાની જાહેરાત કરી હતી. સુરત શહેર ટેક્સટાઈલનું હબ છે ત્યારે આ પાર્ક સુરતને મળે તે માટે ચેમ્બર સહિત સુરતના ટેક્સટાઈલના ઉદ્યોગકારો દ્વારા એડિચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે.

શહેરના ટેક્સટાઈલ ઉદ્યોગકારો દ્વારા જગ્યાઓનું સજેશન આપ્યા બાદ જીઆઈડીસી દ્વારા નવસારીના વાંસી ગામની જગ્યાનો અભ્યાસ હાથ ધરવામાં આવ્યો છે. વાંસી ગામની 96 લાખ ચોરસ મીટર સરકારી જગ્યામાંથી 40 લાખ ચોરસ મીટર જગ્યામાં પાર્ક આકાર લે તેવો શહેરના ઉદ્યોગકારો મત વ્યક્ત કરી રહ્યાં છે. મહિના પહેલા જ ટેક્સટાઈલ મિનિસ્ટ્રીએ આ પાર્ક માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતનાં આ સ્થળો માટે પણ વિચારણા
ચેમ્બર પ્રમુખ આશિષ ગુજરાતી કહે છે કે, ‘જીઆઈડીસી દ્વારા અલગ અલગ જગ્યાનો અભ્યાસ હાથ ધર્યો છે. ઉદ્યોગકારો દ્વારા ભરૂચના જંબુસર, માંગરોળ, ઓલપાડ નજીક કંટિયાજાળ અને નવસારીના વાંસી ગામની જગ્યાઓનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. ’

અન્ય સમાચારો પણ છે...