તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી:વિદ્યાર્થીઓને હવે પૂરેપૂરી શિષ્યવૃત્તિ મળશે, અન્ય ફી ટ્યુશન ફીમાં ઉમેરાશે

સુરત13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એજ્યુકેશન લોનમાં પણ લાભ થશે, વિવિધ ફી કપાતનો મોકો હવે નહીં મળે
  • યુનિવર્સિટીએ તમામ કોલેજના પ્રિન્સિપલ અને વિભાગોના વડાને પત્ર લખ્યો

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લોન કે પછી સ્કોલશિપ પૂરેપૂરી મળશે કારણ કે, યુનિવર્સિટીએ ડેવલપમેન્ટ એક્ઝામિનેશન સહિતની જુદા જુદા હેડની ફીનો ઉમેરો હવે ટયુશન ફીમાં કરવાનો નિર્ણય કર્યો છે. આ મામલે નર્મદ યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજિસ્ટ્રારે તમામ કોલેજના પ્રિન્સિપાલ અને ડિપાર્ટમેન્ટના હેડને પત્ર પણ લખ્યો છે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિવિધ વિભાગ અને કોલેજોમાં હાલમાં વિદ્યાર્થીઓ પાસેથી ટ્યુશન ફીની સાથે ડેવલપમેન્ટ, સ્પોર્ટ્સ એન્ડ કલ્ચર એક્ટિવિટી, સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, વેલફેર એક્ટિવિટી, યુનિયન, ડેવલપમેન્ટ, એક્ઝામિનેશન અને એમિનિટિઝ જેવા અલગ અલગ પ્રકારની ફી લેવાતી હોય છે. જોકે, એજ્યુકેશન લોન કે પછી સ્કોલરશિપમાં માત્ર ટ્યુશન ફીને જ ધ્યાનમાં લેવામાં આવે છે. જેને કારણે વિદ્યાર્થીઓને તકલીફ પડતી હતી. જેના પગલે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સિન્ડિકેટે જુદા જુદા હેડની ટયુશન ફીમાં ઉમેરવાનો નિર્ણય કર્યો છે. યુનિવર્સિટી દ્વારા લાવવામાં આવેલી આ નવી વ્યવસ્થાનો અમલ શૈક્ષણિક વર્ષ 2021-2022થી કરવામાં આવશે. તમામ કોલેજોને પણ આ પરિપત્રનો ચૂસ્તપણે અમલ કરવા જણાવવામાં આવ્યું છે.

વિદ્યાર્થી અભ્યાસ છોડશે તો ખાનગી કોલેજોને ખોટ નહીં જાય,એફિલિએશન ફી મજરે મળશે
હવે યુનિવર્સિટીની ખાનગી કોલેજનો વિદ્યાર્થી અભ્યાસ છોડશે તો સંચાલકને ખોટ જશે નહીં. પહેલાં યુનિવર્સિટીની ખાનગી કોલેજો વાર્ષિક સિસ્ટમથી એફિલેશન ફી ભરતા હતા. તેવામાં જ કોઇ વિદ્યાર્થી અભ્યાસ છોડી દે તો સંચાલકોને ખોટ જતી હતી. જેથી સંચાલકોની રજૂઆતને ધ્યાને રાખીને યુનિવર્સિટીએ સેમેસ્ટર સિસ્ટમથી એફિલેશન ફી લેવાનો નિર્ણય કર્યો છે. તે સાથે વિદ્યાર્થી પરીક્ષા નહીં અપાવશે તો પછી તેની એફિલેશન ફી આગામી સેમેસ્ટરમાં મજરે કરાશે. આમ, સંચાલકોને ખોટ નહીં પડશે.

અન્ય સમાચારો પણ છે...