એજ્યુકેશન:ઓન ડિમાન્ડ એક્ઝામ માટે વિદ્યાર્થીઓએ એક મહિના પહેલા ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે

સુરત15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • દર મહિનાની 21થી 30 તારીખમાં પરીક્ષા, હોલ ટિકિટ એક્ઝામના 5 દિવસ પહેલાં જાહેર કરાશે

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ ઓન ડિમાન્ડ એક્ઝામ પોલીસીનું નોટિફિકેશન જાહેર કર્યું છે. જે મુજબ ઓન ડિમાન્ડ એક્ઝામ માટે વિદ્યાર્થીઓએ દર મહિનાની એકથી સાત તારીખમાં ઓનલાઇન ફોર્મની સાથે ફી પણ ભરવાની રહેશે. જો કે, ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીઓએ ટર્મ ગ્રાન્ટ થયાનું એટલે કે હાજરી અને ઇન્ટરનલ પરીક્ષાનું સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે.

આ સર્ટિફિકેટ વિદ્યાર્થીઓ કોલેજના પ્રિન્સિપાલ કે ડિપાર્ટમેન્ટના એચઓડીથી મેળવવાનું રહેશે. જે પછી યુનિવર્સિટી જે તે મહિનાની 21થી 30 તારીખમાં જ એક્ઝામ લેશે. યુનિવર્સિટી હોલ ટિકિટ પરીક્ષાની જે તે તારીખના 5 દિવસ પહેલા જાહેર કરશે. આ હોલ ટિકિટ વિદ્યાર્થીઓએ ડેશ બોર્ડથી ડાઉનોલડ કરવાની રહેશે. પરીક્ષાની તારીખ, સમય અને સેન્ટર યુનિવર્સિટી વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાને રાખી પરીક્ષાની તારીખથી 15 દિવસ પહેલા એટલે કે 13થી 16 તારીખમાં વિદ્યાર્થીઓને એસએમએસ, ઇમેલ અને ડેશ બોર્ડથી જાણ કરશે.

વિદ્યાર્થીઓની એટીકેટી આવી હોય અથવા બિમારી સહિતના કોઇ પણ કારણથી પરીક્ષા અપાવી શકાય ના હોય તેવા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે. ડિગ્રી મેળવી લીધી હશે તે વિદ્યાર્થી ઓન ડિમાન્ડ એક્ઝામનો લાભ લઈ શકશે નહીં.

પરીક્ષાનું પ્રશ્નપત્રનું માળખું કંઈક આવંુ હશે
70 માર્ક્સની પરીક્ષા 3 કલાકના સમયમાં પૂર્ણ કરવાની રહેશે. ફેકલ્ટી મુજબ જે તે વિષયના માર્ક્સને પ્રો- રેટા મુજબ પરિવર્તિત કરશે. પ્રત્યેક પ્રશ્નપત્રમાં 5 પ્રશ્ન રહેશે. પહેલો પ્રશ્ન 14 માક્સનો ઓબ્જેક્ટીવ રહેશે. પ્રશ્ન નં. 2થી 5 પૈકી પ્રત્યેક પ્રશ્ન ટોટલ 14 માર્ક્સના રહેશે. પ્રશ્ન 2થી 5માં 7 માર્ક્સના 3 પ્રશ્ન પૂછાશે.

મેડલ કે ઈનામ જેવા કોઈ પણ લાભ નહીં મળશે
વિદ્યાર્થીઓને યુનિવર્સિટી રિ-ચેકિંગ, રિ-એસેસમેન્ટ, મેડલ કે ઈનામ સહિતના લાભો આપશે નહીં.વિદ્યાર્થી ગેરરીતિમાં પકડાશે તો ફેક્ટનો નિયમ લાગશે.વર્ષ2019-20થી યુજી-પીજીમાં પ્રવેશ લેનારાને લાભ મળશે.

અન્ય સમાચારો પણ છે...