નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ:ઉનાળું વેકેશન પૂર્ણ, 2 વર્ષ બાદ સત્રના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ શાળા આવશે

સુરત19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાળકો માટે પુસ્તકો ખરીદવા સ્ટેશનરીની દુકાનો પર વાલીઓની દોટ
  • શરદી-ખાંસી,તાવવાળા છાત્રોને સ્કૂલે ન મોકલવા પાલિકાની સૂચના

બે વર્ષના કોરોનાકાળના લાંબા વિરામ બાદ નવા શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસથી વિદ્યાર્થીઓ શાળામાં આવશે. આજે 13 જૂનથી શાળાઓ ખુલતા 35 દિવસના વેકેશનનો અંત આવશે. ઉપરાંત નવા શૈક્ષણિક સત્રના પ્રારંભથી જ શાંત પડેલું જનજીવન પણ ધબકતું થઇ જશે.

શાળાઓ ખુલતાની સાથે જ પુસ્તકો, નોટબુક, સ્કુલબેગ, યુનિફોર્મ, બુટ મોજા, વોટરબેગ, લંચ બોક્સ સહિતની વસ્તુઓની ખરીદીમાં વાલીઓ લાગી ગયા છે. જોકે, હજુ ઘણા પુસ્તકો માર્કેટમાં પૂરતા પ્રમાણમાં ન હોવાથી વાલીઓને પુસ્તકો મેળવવામાં મુશ્કેલી પણ થઈ રહી છે.

બીજી બાજુ છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસો વધી રહ્યા હોવાથી શરદી-ખાંસી અને તાવવાળા વિદ્યાર્થીઓને સ્કૂલે ન મોકલવા પાલિકાએ સૂચના આપી છે.સરકારી શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને લઇને તેની તૈયારી શરૂ કરાઈ છે. સ્કૂલ ખુલતાની સાથે જ વાલીઓનું બેજટ પણ વધી જશે. નવા સત્રના પ્રારંભ સાથે પાંચ વર્ષ પૂર્ણ કરનાર ભૂલકાંઓને ધોરણ-1માં પ્રવેશની કામગીરી હાથ ધરાશે.

અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટની કોલેજો 15મીથી શરૂ થશે
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટની કોલેજો 15 જૂનથી શરૂ થશે, એવો નિર્ણય એકેડેમિક કાઉન્સિલ બાદ સિન્ડિકેટે લીધો છે. યુનિવર્સિટીની અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટની પહેલા વર્ષની પ્રવેશ પ્રક્રિયા પહેલીથી 22 જૂન સુધીમાં થશે.

અન્ય સમાચારો પણ છે...