તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • Students Will Be Able To Choose The Date Of JEE Main Themselves, The Form Will Have To Provide Information About The Board Exam

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

NTAની રાહત:વિદ્યાર્થીઓ જાતે જ JEE મેઇનની તારીખ પસંદ કરી શકશે, ફોર્મમાં બોર્ડની પરીક્ષા અંગે જાણકારી આપવાની રહેશે

સુરત20 દિવસ પહેલા
 • કૉપી લિંક

નેશનલ ટેસ્ટિંગ એજન્સી(NTA)એ JEE મેઈનની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને પરીક્ષાની તારીખ જાતે નક્કી કરવા માટે તક આપશે. CBSE અને અન્ય રાજ્યોની બોર્ડની ધોરણ-12ની પરીક્ષા અને JEE મેઈનની પરીક્ષાની તારીખ એકસાથે આવતી હોઈ એજન્સી દ્વારા વિદ્યાર્થીઓને આ સુવિધા આપવામાં આવી છે. આ માટે JEE મેઈનની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓએ પોતાના બોર્ડની પરીક્ષાની તારીખ અંગે જાણકારી આપવાની રહેશે. એક જ દિવસે બંને પરીક્ષા હોવા પર વિદ્યાર્થીએ જેઈઈ મેઈનની પરીક્ષા આપવાની રહેશે નહીં.

3થી 12 મે સુધી ઓપન રહેશે એપ્લિકેશન વિન્ડો
NTAએ નોટિફિકેશન જાહેર કરીને જણાવ્યું છે કે પરીક્ષાની તારીખોમાં થઈ રહેલા ક્લેશને કારણે NTA દ્વારા મે સેશન માટે જેઈઈ મેઈન 2021 માટે અરજી ફોર્મ 3થી 12 મે સુધી ખોલવામાં આવશે. એજન્સીએ એમ પણ જણાવ્યું છે કે પહેલુ સેશન ફેબ્રુઆરીમાં, બીજુ સેશન 15થી 18 માર્ચ, ત્રીજું સેશન 27થી 30 એપ્રિલ અને ચોથું સેશન 24થી 28 મે સુધી યોજાશે. વિદ્યાર્થીઓએ આ ફોર્મમાં ધોરણ 12નો રોલ નંબર અને બોર્ડ અંગે માંગેલી જાણકારી આપવાની રહેશે. જે પણ વિદ્યાર્થીઓ બંને પરીક્ષામાં સામેલ થવાં માંગતા હોય તેમણે ધોરણ 12ની બોર્ડની પરીક્ષાની તારીખ અંગે પણ જણાવવાનું રહેશે. બંને પરીક્ષાઓ એકસાથે હોવા પર વિદ્યાર્થીની તે દિવસની જેઈઈ મેઈનની પરીક્ષા લેવામાં આવશે નહીં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો