તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદાસ્પદ નિવેદન:ભાસ્કરે પૂછ્યુ, ‘આઇફોનવાળા વિદ્યાર્થી પરીક્ષા કેવી રીતે આપશે?’, તો કુલપતિ બોલ્યા, ‘ઘરે આવતા કામવાળી-ડ્રાઇવરના એન્ડ્રોઇડ ફોનથી આપશે’

સુરત10 દિવસ પહેલાલેખક: મિલન માંજરાવાલા
  • કૉપી લિંક
પરીક્ષાની એપ-સોફ્ટવેર બનાવવાનું કામ યુનિવર્સિટીએ ખાનગી એજન્સીને સોપ્યું હતું, બીકોમ, બીએસસી સહિતના 30 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે - Divya Bhaskar
પરીક્ષાની એપ-સોફ્ટવેર બનાવવાનું કામ યુનિવર્સિટીએ ખાનગી એજન્સીને સોપ્યું હતું, બીકોમ, બીએસસી સહિતના 30 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
  • 10 જૂનથી શરૂ થતી યુનિવર્સિટીની ઓનલાઇન પરીક્ષા માટે માત્ર એન્ડ્રોઇડમાં ચાલી શકે તેવી એપ તૈયાર કરાતાં વિદ્યાર્થીઓને મુશ્કેલી.

દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની 10મી જૂનથી ઓનલાઇન પરીક્ષાનો પ્રારંભ થશે. આ પરીક્ષા માટે યુનિવર્સિટીએ એક ખાનગી એજન્સી પાસે મોબાઇલ એપ્લિકેશન અને સોફ્ટવેર બનાવ્યું છે. પરંતુ આ મોબાઇલ એપ માત્ર એન્ડ્રોઇડ ફોન યુઝર્સમાં જ ડાઉનલોડ થાય છે. આઇફોન વાપરતા વિદ્યાર્થીઓ એપ મારફત પરીક્ષા આપી શકશે નહીં. આ બાબતે જ્યારે દિવ્ય ભાસ્કરે કુલપતિ ડો. કે. એન. ચાવડાને પ્રશ્ન કર્યો તો તેમણે કહ્યું કે, આજે મોટાભાગના ઘરમાં એન્ડ્રોઇડ ફોન હોય છે. જે વિદ્યાર્થીઓના ઘરમાં આઇફોન હશે તેઓ તેમના ઘરમાં આવતી કામવાળી કે ડ્રાઇવર પાસેથી એક કલાક માટે એન્ડ્રોઇડ ફોન લઇને પરીક્ષા આપી શકે છે.

જોકે, આ નિવેદન આપ્યા બાદ તેમણે કહ્યું કે, જેને તકલીફ પડે તે વિદ્યાર્થી નજીકની કોલેજમાં જઇને પરીક્ષા આપી શકે છે. ઉલ્લેખનીય છેકે યુનિવર્સિટીએ ઓનલાઇન પરીક્ષાની ગાઇડલાઇન જાહેર કરી છે. જેમાં જણાવ્યું છે કે, ઓનલાઇન પરીક્ષામાં આઇફોન, આઇપેડ કે આઇફોનના લેપટોપનો ઉપયોગ કરી શકાશે નહીં. યુનિવર્સિટી અને કોલેજોમાં મહદઅંશે વિદ્યાર્થીઓ આઇફોન જ યુઝ કરી રહ્યા છે.

ડેસ્કટોપ યુઝર્સ માટેના સોફ્ટવેરમાં 21 વાઇરસ
ડેસ્કટોપ યુઝર્સ માટેના સોફ્ટવેરમાં 21 વાઇરસ

સોફ્ટવેર અને એપનું કામ ટેન્ડરથી સોપ્યું કે કેમ, કેટલા રૂપિયા ચૂકવાશે તે અંગે કુલપતિને પૂછો : ઇન્ચાર્જ રજિસ્ટ્રાર
અરવિંદ ધડૂક, ઇન્ચાર્જ રજિસ્ટ્રાર, જેમને તકલીફ પડે તેઓ નજીકની કોલેજમાં જઇને પરીક્ષા આપી શકે

  • આ પ્રકારની ગાઇડલાઇન રાખવા પાછળનો હેતુ શું?
  • વિદ્યાર્થીઓ સારી રીતે પરીક્ષા અાપી શકે તે માટે આવી વ્યવસ્થા કરી છે.
  • ઓનલાઇન પરીક્ષા માટે એન્ડ્રોઇડ ફોન, ટેબલેટ, લેપટોપ કે પીસી ન હોય તો શું વ્યવસ્થા?
  • વિદ્યાર્થી ઘર નજીકની કોલેજ કે પછી સ્કૂલમાં જઈ પરીક્ષા આપી શકશે.
  • ઓનલાઇન પરીક્ષા સમયે નેટની સ્પીડ ઓછી હોય તો શું કરવું?
  • 512 કેબીપીએસ સ્પીડમાં વાંધો નહીં આવશે, તેમ છતાં કોઈ પ્રોબ્લેમ આવે તો નજીકની કોલેજમાં જતા રહેવું.
  • ઓનલાઇન પરીક્ષાના સોફ્ટવેર કે એપ બનાવતી એજન્સીને યુનિવર્સિટી કેટલા રૂપિયા ચૂકવશે? ટેન્ડર બહાર પડાયું હતું?
  • તે વાતની મને જાણ નથી, તે બાબત કુલપતિને ખબર છે, જેથી તેમને પુછો. કુલપતિ જ જવાબ આપી શકે છે.

ડેસ્કટોપ યુઝર્સ માટેના સોફ્ટવેરમાં 21 વાઇરસ
યુનિવર્સિટીએ ઓનલાઇન પરીક્ષા માટે તૈયાર કરેલા સોફ્ટવેરમાં 21 પ્રકારના વાઇરસ હોવાનંુ સાઇબર એક્સપર્ટ ડો. વિજય ગઢવીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. આ અંગેના પુરાવા આપતા તેમણે ઉમેર્યું કે, વાયરસટોટલ નામની ઓનલાઇન વેબસાઇટ છે. જેમાં કોઇ પણ વ્યક્તિ પોતાના કોમ્પ્યુટરમાં કોઈ પણ સોફ્ટવેર ડાઉનલોડ કરતી સમયે તેમાં કેટલા વાઇરસ છે તે ચેક કરી શકે છે. સોફ્ટવેરમાં મળેલા વાઇરસનો ઉપયોગ સામાન્ય રીતે હેકર્સ કરતા હોય છે. જે આખા કોમ્યુટરની સિસ્ટમને હેક કરી શકે છે. તે પછી ડેટા લઇને તેનો મિસયુઝ કે પછી રૂપિયાની માંગણી કરવા સુધીના ગુનાઓ કરે છે.

મોક ટેસ્ટ એકના પહેલા દિવસે 2300માંથી 1100 વિદ્યાર્થી હાજર
વીર નર્મદ યુનિવર્સિટીની ઓનલાઇન પરીક્ષાની પહેલી મોક ટેસ્ટ એપનો આજે પહેલો દિવસ હતો. તેવામાં જ પહેલા દિવસે 2300માંથી 1100 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. એવું યુનિવર્સિટીના સૂત્રોએ જણાવ્યું હતું. પાંચમી જૂને બીએસસીની સેેમેસ્ટર એકની પહેલી ટેસ્ટ હતી. હવે સાતમી જૂને બીએસસીની સેમેસ્ટર એકની બીજી મોક ટેસ્ટ છે. તે સાથે બીએડની સેમેસ્ટર એકની મોક ટેસ્ટ એક પણ છે.

અન્ય સમાચારો પણ છે...