તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:6 ટ્રાયલે પાસ ન થનાર વિદ્યાર્થીઓને હજુ પણ વાંચવા માટે સમય જોઇએ!

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ફોર્મ ભર્યાના 10 દિવસે પરીક્ષા યોજાતા સેનેટ સભ્યની રજૂઆત

VNSGUની અંડર ગ્રેજ્યુએટની રેગ્યુલર પરીક્ષા સાથે પાંચ ટ્રાયલે પણ એટીકેટી સોલ્વ નહીં કરનારા વિદ્યાર્થીઓને એટીકેટી સોલ્વ કરવા વધુ એક ટ્રાયલ આપવાનો નિર્ણય યુનિવર્સિટીએ લીધો છે. જેની પરીક્ષા 4 જાન્યુ.થી થશે. જોકે, અભ્યાસક્રમ બદલાઈ જવાની સાથે વિદ્યાર્થીઓને વાંચવા માટેનો સમય મળ્યો નથી. જેથી સેનેટ સભ્ય કનુ ભરવાડે યુનિવર્સિટીને પત્ર લખીને પરીક્ષાની તારીખ લંબાવવાની માંગ કરતા કહ્યું હતું કે, વધારાની ટ્રાયલ આપનારા વિદ્યાર્થીઓ પાસે 24 ડિસેમ્બરે પરીક્ષાના ફોર્મ ભરાવાયા હતા.

ચોથી જાન્યુ.એ પરીક્ષા યોજાતા વિદ્યાર્થીઓને દસ જ દિવસ મળ્યા છે. જેથી વિદ્યાર્થીઓને વાંચન માટે ખૂબ જ ઓછો સમય મળ્યો છે. જેથી યુનિવર્સિટીને પત્ર લખીને પરીક્ષાની તારીખ લંબાવવાની માંગણી અમે કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો