તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિઝલ્ટ:ઓનલાઈન સ્ટડીમાં સેલ્ફ મોટિવેશન રાખી વિદ્યાર્થીઓએ ટોપ સ્કોર કર્યો

સુરત24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ICAI દ્વારા સીએ ઈન્ટરમીડિયેટ અને ફાઉન્ડેશનનું પરિણામ જાહેર કરવામાં આવ્યું

ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઈન્ડિયા દ્વારા ડિસેમ્બર-2020માં લેવાયેલ નવા કોર્સની CA ફાઉન્ડેશન અને નવેમ્બર-2020 માં નવા કોર્સની લેવાયેલ CA ઈન્ટરમિડયેટનું પરિણામ જાહેર કરાયું છે. CA ફાઉન્ડેશનમાં આ વર્ષે ટોપ-50 જાહેર કરાયા નથી. તેમજ ફાઉન્ડેશનનાં વિદ્યાર્થીઓએ ધો-12 પછી ઓનલાઈન એડમિશન લઈને સંપૂર્ણ તૈયારી ઓનલાઈન કરી હતી.

સીએ ફાઉન્ડેશન
સેલ્ફ મોટીવેટેડ રહેવું જરૂરી

બોર્ડના પરિણામ પછી CA માટે એડમિશન પ્રોસેસથી લઈને દરેક વસ્તુ અમારું ઓનલાઈન જ થયું છે. ઓફલાઈન સ્ટડી સારું હોય છે પણ ઓનલાઈનમાં દરેક વસ્તુ માટે ફ્લેક્સિબિલિટી રહી હતી. ઓનલાઈન એજ્યુકેશનમાં સેલ્ફ મનોટીવેટેડ રહેવું પડે છે તો જ સતત તૈયારી ચાલુ રહે છે. મેં દરેક વિષયનું 4થી 5 વખત પુનરાવર્તન કર્યું હતું. અઘરો લાગતો લો વિષયની વારંવાર વાંચીને પ્રેકટીસ કરી હતી.

સેલ્ફ સ્ટડી ઘણી મહત્વની
​​​​​​​ઓનલાઈન સ્ટડીમાં ટ્રાન્સપોર્ટેશનનો સમય બચી જાય છે. પરંતુ ઓનલાઈનમાં જે પ્રશ્નો હોય તે સરળતાથી સોલ્વ નથી થતા. આવા સમયે સેલ્ફ સ્ટડી ઘણી મહત્વની રહે છે. હું રોજ શિડ્યુલ પ્રમાણે વાંચતો હતો. છેલ્લા સમયે 4 થી 5 કલાકનું વાંચન કરતો હતો. એ સિવાય રોજ 3 કલાક પેપર પ્રેકટીસ કરતો હતો. મને લો વિષય અઘરો લાગતો હતો તો તેમાં વીક પોઈન્ટનું વારંવાર પુનરાવર્તન કર્યું હતું.

સીએ ઈન્ટરમીડિયેટ
​​​​​​​ઓનલાઈન સ્ટડી અઘરી રહી

​​​​​​​ઓનલાઈન તૈયારીને કારણે 12ના બદલે 14 કલાક વાંચવું પડતું. તેથી ઓનલાઈન સ્ટડી થોડી અઘરી રહી. ઓનલાઈન એજ્યુકેશનમાં સામાન્ય વર્ગની જેમ ઈન્ટરેકશન થઈ શકતું ન હતું. હું રોજ સવારે ઊઠીને ઓનલાઈન કલાસીસ પહેલા આગળના દિવસનું પુનરાવર્તન કરી લેતો હતો. દરેક વિષયનાં 4 થી 5 પેપર લખીને પ્રેકટીસ કરી હતી. ટેકસેશનમાં અલગ અલગ મટીરીયલમાંથી પ્રશ્નો લઈને વાંચ્યું હતુ.

ઓનલાઈન સ્ટડીમાં રસ પડયો
​​​​​​​ઓનલાઈન પણ ઓફલાઈન જેવું જ લાગ્યું. ઓનલાઈનમાં વાંચવું પોતાના પર હોય છે. મને ઓનલાઈન સ્ટડીમાં રસ પડયો હતો. કારણકે ઓનલાઈનમાં ટેકનિકલ સ્ટડી વધારે થાય છે. શિડ્યુલ પ્રિફર કર્યું હતું. મને ઈઆઈએસ વિષય વધારે અઘરો લાગ્યો હતો. જે વિષયનું મેં 6 વખત પુનરાવર્તન કર્યું હતું. તેમજ લોકડાઉનમાં દર અઠવાડિયે પેપર લખવાની પ્રેક્ટિસ કરતી હતી.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો