એકમ કસોટીમાં થતી ગેરરીતિ રોકવા માટે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા પ્રશ્ન બેંક પદ્ધતિ અપનાવવામાં તો આવી છે પરંતુ શાળામાં જ બેંકમાંથી પ્રશ્નો પસંદ કરીને પ્રિન્ટ કઢાવવા જેટલો પણ સમય ન રહેતા શિક્ષકોએ બોર્ડ પર પ્રશ્નપત્ર લખવાનો વારો આવ્યો હતો.શિક્ષણ બોર્ડે ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓની એકમ કસોટી લે છે. જેમાં બોર્ડ જ પ્રશ્નપત્ર આપતું હતું. જોકે, પેપર ફુટી જવાના કે ગેરરીતિ થવાની વ્યાપક ફરિયાદને ધ્યાને લઇને બોર્ડે એકમ કસોટીમાં ફેરફાર કરીને પ્રશ્ન બેંક પદ્ધતિથી પરીક્ષા લીધી હતી.
જેમાં સવારે નિયત સમયતે બોર્ડે શાળાને પ્રશ્ન બેંક મોકલી આપી હતી. જેમાંથી શિક્ષકે 25 માર્કસના પ્રશ્નો નક્કી કરીને વિદ્યાર્થીને પેપર આપવાનું હતું. જોકે, પુરતો સમય નહીં મળવા ઉપરાંત માર્ક પણ બરાબર ન થતા હોવાથી શિક્ષકોએ બોર્ડ પર પ્રશ્નો લખવાનો વારો આવ્યો હતો. જાણે પરીક્ષા નહીં પણ રૂટીન ક્લાસ ચાલતો હોય તેમ ઘણી શાળાઓમાં વિદ્યાર્થીઓએ બાજુ બાજુમાં બેસીને પરીક્ષા આપી હતી. અત્રે નોંધનીય છેે કે, શિક્ષણ વિભાગે ગેરરીતિ રોકવા અભ્યાસ વગર જ નવી પદ્ધતિ અપનાવી છે. પરંતુ તેનાથી ગેરરીતિ વધી હોવાની શિક્ષણવિદોમાં ચર્ચા રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.