તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:યુનિ.ની ઓફલાઈન પરીક્ષા સામે વિદ્યાર્થીઓનો વિરોધ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીઓએ કહ્યું, ઓનલાઇનનો વિકલ્પ પણ આપો
  • ડીને કહ્યું, વિદ્યાર્થીઓને પ્રવેશ અને રોજગારીમાં તકલીફ પડશે

ગુજરાત યુનિવર્સિટીની જેમ જ વીર નર્મદ યુનિવર્સિટી ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે પરીક્ષા લે એવી માંગ એબીવીપીએ કુલપતિને કરી છે. એબીવીપીએ ચીમકી આપી કે, ઓન ડિમાન્ડ પોલીસી અમલમાં ન આવશે તો ઉગ્ર આંદોલન થશે. શિક્ષણ વિભાગના પરિપત્રમાં ઉલ્લેખ છે કે, યુનિવર્સિટી પોતાની અનુકૂળતા મુજબ પરીક્ષા યોજી શકે છે. યુનિવર્સિટીના સૂત્ર કહે છે કે, બે રીતે પરીક્ષા લેતા વિદ્યાર્થીને મોટો અન્યાય થશે. પ્રવેશ અને રોજગારીમાં પણ મોટી તકલીફ ઊભી થશે.

ઓનલાઇન પરીક્ષા જાહેર ન કરે ત્યાં સુધી ઉપવાસ
સત્યમેવ જયતે ગ્રુપે યુનિવર્સિટીમાં બુધવારે હોબાળો મચાવીને ઓનલાઇન પરીક્ષા લેવાની માંગ કરી હતી. જોકે, આ ગ્રુપે યુનિવર્સિટી કેમ્પસમાં ધરણાં પર બેસી ચીમકી આપતા કહ્યું કે, ઓફલાઇન પરીક્ષા રદ કરી ઓનલાઇન પરીક્ષાની જાહેરાત ન કરશે ત્યાં સુધી અમે ઉપવાસ પર બેસનારા છીએ. પરંતુ બાદમાં પોલીસે તમામ વિદ્યાર્થીઓને સમજાવીને ઘરે મોકલ્યા હતા.

ઓનલાઇન પરીક્ષાથી પ્રવેશમાં મુશ્કેલી ઊભી થશે
એકેડેમિક કાઉન્સિલના સૂત્રએ કહ્યું કે, શિક્ષણ વિભાગના આદેશથી રાજ્યની યુનિવર્સિટીમાં ઓફલાઇન પરીક્ષા લેવાઈ રહી છે. એકેડેમિક કાઉન્સિલમાં ઓનલાઇન અને ઓફલાઇન પરીક્ષા લેવાની ચર્ચા થઈ હતી. પણ તેમાં વિદ્યાર્થીઓને નુકસાન થાય તેમ હતું. દા.ત. ઓનલાઇનમાં કોઈના 50માંથી 50 માર્ક્સ પૂરા આવી શકે છે પણ ઓફલાઇનમાં 50માંથી 50 આવવા મુશ્કેલ છે. છેલ્લા સેમેસ્ટરની પરીક્ષાના માર્ક્સ આધાર પર વિદ્યાર્થીઓને પ્રવેશ કે રોજગારી મળે છે. જેથી ઓફલાઇન પરીક્ષા લેવી ફરજિયાત છે.

અન્ય સમાચારો પણ છે...