સુરતના સમાચાર:ગુરુકુળના વિદ્યાર્થીઓએ મતદાન જાગૃત્તિ માટે ‘વોટ ફોર ગુજરાત’ની વિશાળ માનવાકૃત્તિ રચી,ટાઈ કોન્ફરન્સમાં 100 ઇન્વેસ્ટરોએ આઇડિયા રજૂ કર્યા

12 દિવસ પહેલા
  • કૉપી લિંક

આગામી વિધાનસભાની ચૂંટણીમાં મતદારો જાગૃત્ત બની વધુમાં વધુ મતદાન કરે અને લોકશાહીના મહાપર્વમાં સહભાગી બને એવા આશયથી સુરતના વેડ રોડ સ્થિત સ્વામિનારાયણ ગુરૂકુળના વિદ્યાર્થીઓએ સામૂહિક રીતે ‘વોટ ફોર ગુજરાત’ની વિશાળ માનવાકૃત્તિ રચીને આકર્ષક સિમ્બોલ બનાવ્યો હતો, અને યુવાનો-આમ નાગરિકોને મતદાન જાગૃત્તિનો અનોખો સંદેશ આપ્યો હતો.સ્ટાર્ટઅપને પ્રમોટ કરવા તેમજ સ્ટાર્ટઅપને મેન્ટરિંગ, ઈક્યુબેશન, એજ્યુકેશન, ફડિંગ અને નેટવર્કિંગ કરવા માટેની દક્ષિણ ગુજરાતમાં કામગીરી કરી રહેલી સુરતની સંસ્થા ટાઈ (ઈન્ડસ આંત્રપ્રિન્યોર ) દ્વારા સુરતના સ્ટાર્ટઅપ વિશે રોકાણકારો માહિતગાર બને તે માટે પ્રથમ વખત ટાઈકોન (ટાઈ કોન્ફરન્સ)નું આયોજન શહેરમાં કરાયું છે.

આકર્ષક સિમ્બોલ બનાવ્યો
આગામી વિધાનસભાની ચૂંટણીમાં મતદારો જાગૃત્ત બની વધુમાં વધુ મતદાન કરે અને લોકશાહીના મહાપર્વમાં સહભાગી બને એવા આશયથી સુરતના વેડ રોડ સ્થિત સ્વામિનારાયણ ગુરૂકુળના વિદ્યાર્થીઓએ સામૂહિક રીતે ‘વોટ ફોર ગુજરાત’ની વિશાળ માનવાકૃત્તિ રચીને આકર્ષક સિમ્બોલ બનાવ્યો હતો, અને યુવાનો-આમ નાગરિકોને મતદાન જાગૃત્તિનો અનોખો સંદેશ આપ્યો હતો. બાળકોએ આચાર્ય અરવિંદભાઈ ઠેસીયા તથા ધર્મેશભાઈ સલીયા તેમજ પીટી અને આર્ટ ટીચરો જગદીશભાઈ પીપળીયા, પ્રવીણભાઈ પ્રજાપતિ, રાકેશભાઈ ચૌધરી, ઈશ્વરભાઈ રાઠોડ, ગુરજી વસાવા વગેરેએ આ રચના માટે તૈયારીઓ કરાવી હતી.

વોટમાં ઓટ ન આવવા દેવી
મતદાન જાગૃત્તિ માટેની માનવ આકૃત્તિની રચનાની પ્રેરણા આપનાર પ્રભુ સ્વામીએ જણાવ્યું હતું કે, કિંમતી વોટના દાનમાં ક્યારેય ઓટ ન આવવા દેવી. વિદ્યાદાન, અન્નદાન, વસ્ત્રદાન વગેરે દાનમાં માણસને ખર્ચ કરવો પડતો હોય છે, જ્યારે મતદાન વગર ખર્ચનું દાન છે અને આ પવિત્ર દાન એક એવું માધ્યમ છે કે જે સરકાર રચી પણ શકે છે, ને સત્તાને પદભ્રષ્ટ પણ કરી શકે છે.

મતદાનમાં ઉદાસીન ન રહો
પ્રભુ સ્વામીએ વધુમાં કહ્યું કે, શિક્ષિત, શ્રીમંત અને સજ્જન આ ત્રણનો સમૂહ મતદાન કરવામાં ઉદાસીન રહે છે. લોકશાહી વ્યવસ્થામાં વ્યવસ્થામાં મતદાનથી દૂર રહેવું એટલે સામે ચાલીને લાયક ન હોય એવા ઉમેદવારો માટે પણ સત્તાનો માર્ગ મોકળો કરી આપવો અને યોગ્ય અને લાયક ઉમેદવારોને અન્યાય કરવો. એટલે જ જાતિવાદ, જ્ઞાતિવાદ અને કોમવાદના ઉન્માદને દફનાવનારૂ મતદાન અવશ્ય કરવું. પછી પાંચ વર્ષ પીડા ભોગવવી એના બદલે અત્યારે જ આળસ છોડીને કુશળતા, કુશાગ્રતા અને કર્મઠતાપૂર્વક મતદાન અવશ્ય કરવું.

ગુરુકુલ ગંગોત્રીનું વિમોચન
સ્વામિનારાયણ ગુરૂકુળ-રાજકોટ સંસ્થાનના અમૃત મહોત્સવના ઉપલક્ષ્યમાં આયોજિત મહિલા તથા પુરૂષ કાર્યકર્તાઓની સભામાં પ્રભુ સ્વામી સહિત ગુરૂકુળના મહંત ધર્મવલ્લભદાસજી સ્વામીએ ધર્મોપદેશ સાથે મતદાનના કર્મનો પણ મહિમા વર્ણવ્યો હતો. આ પ્રસંગે સ્વામિનારાયણ ગુરૂકુળ-રાજકોટના સંસ્થાપક શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવનદાસજી સ્વામીના જીવન તેમજ ગુરૂકુલના પાયાના પથ્થર રૂપ સંતો તથા હરિભક્તોના જીવનને વર્ણવતું તથા ગુરૂકુલની ધાર્મિક સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓનું નિદર્શન કરતું પુસ્તક ‘ગુરૂકુલ ગંગોત્રી’નું વિમોચન મહંત સ્વામી શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું.

ટાઈ કોન્ફરન્સમાં 100 ઇન્વેસ્ટરો આઇડિયા રજૂ કર્યા
સ્ટાર્ટઅપને પ્રમોટ કરવા તેમજ સ્ટાર્ટઅપને મેન્ટરિંગ, ઈક્યુબેશન, એજ્યુકેશન, ફડિંગ અને નેટવર્કિંગ કરવા માટેની દક્ષિણ ગુજરાતમાં કામગીરી કરી રહેલી સુરતની સંસ્થા ટાઈ (ઈન્ડસ આંત્રપ્રિન્યોર ) દ્વારા સુરતના સ્ટાર્ટઅપ વિશે રોકાણકારો માહિતગાર બને તે માટે પ્રથમ વખત ટાઈકોન (ટાઈ કોન્ફરન્સ)નું આયોજન શહેરમાં કરાયું છે. મેરિયોટ હોટલ અઠવાલાઇન્સ ખાતે આ કોન્ફરન્સની થઈ હતી. 100 જેટલા ઇન્વેસ્ટરો સામે શહેરના સ્ટાર્ટઅપ પોતાના પ્રોજેક્ટ-આઇડિયા રજૂ કર્યા છે. આ કાર્યક્રમની થીમ ‘એમ્પાવરિંગ ફ્યુટરપ્રિન્યોર્સ’રાખવામાં આવી છે.

વિશ્વભરના ટાઇ સદસ્યો, ઉદ્યોગ સાહસિકો, સ્ટાર્ટ-અપના સંસ્થાપકો, એન્જલ ઇન્વેસ્ટર્સ, વેન્ચર કેપિટાલિસ્ટ, સ્ટાર્ટ-અપ મેન્ટર્સ, સરકારી અધિકારીઓ, ડિપ્લોમેટ્સ સહિતના વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં છે.સુરત ટાઈના પ્રેસિડેન્ટ કશ્યપ પંડ્યાએ જણાવ્યું હતું કે, સુરતના ઉદ્યોગ સાહસિકોના આઈડિયાને માર્ગદર્શન આપી શકાય અને રોકાણ માટે સહાય કરી શકાય તે માટે આ આયોજન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...