કોરોના સુરત LIVE:જજ, મેડિકલ સ્ટુડન્ટ, રત્નકલાકાર સહિતના લોકો સંક્રમિત, એક્ટિવ કેસ 556 થયા

સુરત10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • અત્યાર સુધીમાં 209033 લોકોને કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યા છે

સુરત શહેર-જિલ્લામાં ગઈકાલે નવા 53 કેસ નોંધાયા હતા. શહેરમાં 52 અને જિલ્લામાં 20 મળી શહેર-જિલ્લામાં 72 દર્દી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. શહેર-જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 556 થઈ છે. જજ, મેડિકલ સ્ટુડન્ટ, રત્નકલાકાર સહિતના લોકો સંક્રમિત થયા છે.

72 દર્દી સાજા થતા તેમને રજા અપાઈ
શહેરમાં 35 અને જિલ્લામાં 18 કેસ સાથે શહેર જિલ્લામાં કોરોનાના વધુ 53 કેસ પોઝિટિવ નોંધાયા હતા. આ સાથે અત્યાર સુધીમાં શહેર-જિલ્લામાં કોરોનાના ઝિટિવ કેસની કુલ સંખ્યા 209033 થઈ છે. શહેરમાં 52 અને જિલ્લામાં 20 મળી શહેર-જિલ્લામાં 72 દર્દી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેર અને જિલ્લામાં કુલ 206236 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે.

એક્ટિવ કેસની સંખ્યા 556 થઈ
છેલ્લા બે દિવસથી કેસમાં ઘટાડાના કારણે એક્ટિવ કેસમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. શહેરમાં 315 અને જિલ્લામાં 241 સાથે શહેર-જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 556 થઈ છે. શહેર સામે આવેલા પોઝિટિવ કેસમાં જજ, બ્રોકર, વેપારી, ટેક્ષટાઈલ વર્કર, હીરા વેપારી, ખેડૂત, મેડિકલ સ્ટુડન્ટ, રત્નકલાકાર સહિતના સંક્રમિત થયા છે.

અન્ય સમાચારો પણ છે...