અનોખી ઉજવણી:સુરતમાં વિદ્યાર્થીઓએ રસીકરણમાં જાગૃતિ આવે તે માટે વેક્સિન બેલ્ટ બાંધીને ફ્રેન્ડશીપ ડેની ઉજવણી કરી

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફ્રેન્ડશીપ ડેની ઉજવણી કોરોના કાળમાં કંઈક અલગ સ્વરૂપે જોવા મળી - Divya Bhaskar
ફ્રેન્ડશીપ ડેની ઉજવણી કોરોના કાળમાં કંઈક અલગ સ્વરૂપે જોવા મળી
  • તમામ લોકો રસી મૂકાવે તેવા ઉદ્દેશ્ય સાથે વિદ્યાર્થીઓએ ઉજવણી કરી

ઓગસ્ટ મહિનાના પ્રથમ રવિવારને ફ્રેન્ડશીપ ડે તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે સુરતમાં પણ ફ્રેન્ડશીપ ડેની ઉજવણી કોરોના કાળમાં કંઈક અલગ સ્વરૂપે જોવા મળી છે. શહેરના વિદ્યાર્થીઓએ કોરોનાકાળમાં મિત્રનું રક્ષણ થાય તે હેતુથી ચાલતાં વેક્સિનેશન અભિયાનને વેગ આપવા માટે વેક્સિન બેલ્ટ બાંધીને ઉજવણી કરી હતી. વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે, હાલ કોરોના સામે રક્ષણ મેળવવું ખૂબ જરૂરી છે. કોરોનાથી બચવા હાલ વેક્સિન જ શ્રેષ્ઠ હથિયાર છે માટે એકમેકને રંગબેરંગી બેલ્ટ બાંધવાની જગ્યાએ વેક્સિન બેલ્ટ બાંધ્યાં છે.

વેક્સિનેશન અભિયાનને વેગ આપવા માટે વેક્સિન બેલ્ટ બાંધીને ઉજવણી કરી
વેક્સિનેશન અભિયાનને વેગ આપવા માટે વેક્સિન બેલ્ટ બાંધીને ઉજવણી કરી

વિદ્યાર્થીઓએ એકમેકને વેક્સિનને લીધાનું પૂછ્યું
મિત્રતા એટલે પ્રેમ, આદર અને એકબીજાની સંભાળથી ભરેલો સંબંધ છે. પરંતુ કોરોના કાળમાં માત્ર ટેલિકોનિક જ મિત્રતા જળવાયેલી હતી. ત્યારે ફરીથી બધા ગ્રુપમાં એકઠા થતા થઈ જાય તે હેતુથી વિદ્યાર્થીઓએ ઈવેન્ટનું આયોજન કર્યું હતું. જેમાં IDT ના વિદ્યાર્થીઓએ વેક્સિનનો સંદેશ આપતી રંગીન પટ્ટીઓ એકમેકને બાંધી હતી. સાથે એકબીજાને મહત્વનો પ્રશ્ન પૂછ્યો - "શું તમને રસી મળી છે?"આ રીતે વેક્સિનનું મહત્વ સમજાવાયું હતું.

વિદ્યાર્થીઓએ એકમેકને રંગબેરંગી બેલ્ટ બાંધવાની જગ્યાએ વેક્સિન બેલ્ટ બાંધ્યાં
વિદ્યાર્થીઓએ એકમેકને રંગબેરંગી બેલ્ટ બાંધવાની જગ્યાએ વેક્સિન બેલ્ટ બાંધ્યાં

યુવાનોને સંદેશો અપાયો
IDT ના સ્થાપક અંકિતા ગોયલે જણાવ્યું હતું કે, યુવાનોમાં રસી અભિયાન અંગે જાગૃતિ લાવવા માટે આ મિત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી છે.અમે મહેમાનોથી લઈને તેમના સંબંધીઓને પણ વેક્સિન ઝડપથી લેવા માટે વિનંતી કરી હતી. વેક્સિન યુક્ત સમાજ બનશે તો ઝડપથી આપણે સૌ કોરોનામુક્ત સ્વસ્થ બનીશું.