યુનિ.ના કેમ્પસમાં બનેલી સમરસ હોસ્ટેલમાં પાણીની સમસ્યાને લઇને વિદ્યારથીઓ ફરીએકવાર વિરોધના વંટોળે ચઢ્યા છે. વિવાદીત આ હોસ્ટેલમાં એક પછી એક સમસ્યા થઇ રહી છે, વિદ્યાર્થીઓ હેરાન થાય છે અને અધિકારીઓ માત્ર આશ્વાસન આપી દે છે પરંતુ સમસ્યા ઉકેલાતા નથી.
થોડા સમય પહેલા જ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓની સમસ્યાને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને વિદ્યાર્થીઓએ થોડા સમય પહેલા આંદોલન કર્યું હતું, જે બાદ ફૂડ કોન્ટ્રાક્ટરને રદ કરવામાં આવ્યો હતો અને બાદમાં તાજેતરમાં નવી વ્યક્તિને કામ સોંપવામાં આવ્યું હતું, પરંતુ ત્યાં પણ વિદ્યાર્થીઓની સમસ્યા છે. વિદ્યાર્થીઓના કહેવા મુજબ બધુ પહેલાની જેમ જ થઈ રહ્યું છે, માત્ર અધિકારીઓ તેમને આશ્વાસન આપીને ગેરમાર્ગે દોરી રહ્યા છે.
હોસ્ટેલમાં લાંબા સમયથી પાણીની અછત છે, પાણી માટે રાખવામાં આવેલી ટાંકી ઝડપથી ખાલી થઈ જાય છે અને બાદમાં વિદ્યાર્થીઓને જીવન જરૂરી ચીજવસ્તુઓ માટે પાણી મળતું નથી, જેના કારણે સમસ્યા રહે છે. આવી અનેક બિલ્ડીંગ કેનાલો છે જે તૂટેલી છે, તેમાંથી સતત પાણી પડતું રહે છે, તેને કેવી રીતે ઠીક કરવા તે અંગે અનેક વખત રજૂઆતો છતા કામ કરાયું નથી. હવે આગામી દિવસોમાં ઉનાળાની સિઝનની શરૂઆત થશે, ઉકળાટને કારણે પાણીનો પણ વધારે ઉપયોગ થશે. આ માટે પણ રજૂઆત કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.