તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પ્રેમના પર્વ તરીકે ઊજવાતા વેલેન્ટાઈન્સ ડે અગાઉ યુવાનોમાં ભારે થનગનાટ જોવા મળ્યો છે. વેલેન્ટાઈન્સ ડેના પૂર્વે જ અલગ-અલગ કોલેજોમાં આજે વિદ્યાર્થીઓએ એનું સેલિબ્રેશન કર્યું હતું. કોલેજોમાં વિદ્યાર્થીઓ વિવિધ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં DJના તાલે નાચતા યુવાવર્ગ જોવા મળ્યો હતો. વેલેન્ટાઈન્સ ડેની અલગ અલગ થીમ પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, સાથે જ લોકોને મેસેજ આપવા માટે વિદ્યાર્થીઓએ કટ આઉટ અને બેનર સાથે સ્વચ્છતાનો સંદેશ આપીને આપણા શહેરને પ્રેમ કરવાનો પણ મેસેજ વહેતો કર્યો હતો.
કોલેજની પાર્ટીમાં ધમાલ મચી
યુવતીઓ રેડ, વાઈટ અને બ્લેક ડ્રેસમાં જોવા મળી હતી. ઉત્સાહભેર વાતાવરણ વચ્ચે યુવતીઓએ ઉજવણી કરી હતી. કોલેજ શરૂ થતાંની સાથે જ સેલિબ્રેશન માટે વેલેન્ટાઈન્સ ડે આવતા કોરોનાથી માનસિક તાણ અનુભવતા વિદ્યાર્થીઓએ થોડા સમય માટે હળવાશનો અનુભવ કર્યો હતો. ઘણા લાંબા સમય બાદ કોલેજ શરૂ થઈ હોવાથી વિદ્યાર્થીઓ વેલેન્ટાઇન્સ ડેની ખૂબ જ આતુરતાથી રાહ જોતા હતા વેલેન્ટાઈન્સ ડે આવવાનો છે એ લઈને પહેલેથી જ કેવી રીતે સેલિબ્રેશન કરવું એ અંગે વિદ્યાર્થીઓએ આયોજન કરી રાખ્યું હતું.
કોરોના બાદ પ્રથમ ઉજવણી
કોરોનાને કારણે લાંબા સમયથી ઘરે રહેતા વિદ્યાર્થીઓ માનસિક રીતે ખૂબ જ ડિપ્રેશન અનુભવતા હતા. ઘરની બહાર નીકળવાનું ન થતાં વિદ્યાર્થીઓ માનસિક તાણ અનુભવતા હતા. કોલેજ શરૂ થતાંની સાથે જ વેલેન્ટાઈન્સ ડે કે જે યુવા વર્ગ માટે હંમેશાં ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર રહે છે. એ આવતાં વિવિધ કોલેજોમાં વિદ્યાર્થીઓએ એની ઉજવણી કરવાની તક છોડી ન હતી.
સ્વચ્છતાનો સંદેશ અપાયો
આપણે હંમેશાં સારી બાબતોની કદર કરીએ છીએ, પરંતુ પરસ્પર નિષ્ફળ જઈએ છીએ, જેમ કે જ્યારે સ્વચ્છતાની વાત આવે છે ત્યારે આપણે શ્રેષ્ઠ શિક્ષકોમાં ફેરવાઈએ છીએ અને આપણા શહેરના શ્રેષ્ઠ ટીકાકારો બનીએ છીએ, પરંતુ આપણામાંથી કેટલા લોકો ખરેખર આપણી આસપાસ સ્વચ્છતા રાખવાનો અથવા લોકોને ગંદકી ફેલાતાં અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા બિન-બાયોડિગ્રેડેબલ કચરો (સ્ટ્રો, પ્લાસ્ટિક પાઇપ, ચમચી, પ્લેટ, સીડી વગેરે)નો ઉપયોગ કરીને ડિઝાઇન કરવામાં આવેલા કાપડ દ્વારા, સ્વચ્છ વાતાવરણ વિકસાવવામાં બે જાદુઈ મંત્રો તરીકે "રિયુજ અને રિસાઇકલ"ને પ્રોત્સાહન આપવા પ્રયાસ કર્યો હતો.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.