એજ્યુકેશન:કોલેજની મોક ટેસ્ટમાં ખોટા પાસવર્ડથી વિદ્યાર્થી અટવાયા

સુરત12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 41.76% વિદ્યાર્થીઓ જ પરીક્ષા આપી શક્યા, યુનિવર્સિટી શુક્રવાર-શનિવારે ફરી ટેસ્ટ લેશે

નર્મદ યુનિવર્સિટીમાં 29મીથી જુદા જુદા કોર્સની ઓનલાઇન પરીક્ષા શરૂ થઈ રહી છે. જો કે, આ પરીક્ષામાં વિદ્યાર્થીઓને કોઇ પ્રકારની તકલીફ ન આવે એ માટે યુનિવર્સિટીએ ગુરૂવારે મોક ટેસ્ટ રાખી હતી. જેમાં ઓનલાઇન પરીક્ષા લેનારી એજન્સીથી પાસવર્ડ ખોટા જનરેટ થઈ જતાં વિદ્યાર્થીઓ અટવાયા હતા. બાદમાં 41.76% વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. હવે યુનિવર્સિટી શુક્રવારે અને શનિવારે ફરી મોક ટેસ્ટ રાખી છે.

ગુરૂવારે 11ઃ00થી 17ઃ00 કલાક દરમિયાન મોક ટેસ્ટ યોજાઈ હતી. જો કે, ટેસ્ટ અપાવવા માટે વિદ્યાર્થીઓ મોબાઇલ, કોમ્પ્યુટર સહિતના માધ્યમોથી લોગીન થવા ગયા તો પાસવર્ડ ખોટા આવી રહ્યા હતા. એ વાતની જાણ કોલેજોના પ્રિન્સિપાલોને થતા એક પછી એક ફોન યુનિવર્સિટી પર આવવા લાગ્યા હતા. જેથી યુનિવર્સિટી તાકિદે ઓનલાઇન પરીક્ષા લેનારી એજન્સીનો સંપર્ક કર્યો હતો. તેવામાં જણાયું હતું કે એજન્સીએ પાસવર્ડમાં જે તે વિદ્યાર્થીનો મોબાઇલ નંબર મૂકવાનો હતો તે નંબરની યાદી ભૂલથી ઉપર કે નીચે થઇ ગઈ હતી. પરીક્ષા નિયામક અરવિંધ ધડૂકે જણાવ્યું કે 85 હજારમાંથી 30,500 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...